________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
::
જૈન સાહિત્યનું પ્રકાશન
લગભગ પચાસ વર્ષથી જૈન સાહિત્યપ્રકાશન તરફ સમાજના વિશિષ્ટ-પૂરૂષનું લક્ષ્ય ખેંચાયું છે. વચલા ૨૦ વર્ષો સુધી એ સંબંધી કામ ધમધોકાર ચાલ્યું. અનેક સંસ્થાઓથી પ્રકાશિત થઈ, સંસ્કૃત પ્રાકૃતના ન્યાય, વ્યાકરણ, કાવ્ય, આગમ અને નીતિના ગ્રન્થ છૂટથી જૈન અને જૈનેતરોના હાથમાં આવ્યા. તેનું દર્શન, વાચન, મનન અને અધ્યયન પણ ચાલ્યું. સ્વનામધન્ય શ્રી વિજયધર્મસૂરિ મહારાજની સાહિત્યપ્રચારની ભાવનાથી જર્મન, ફ્રાંસ, અમેરીકા, ઈટલી, લંડન અને ભારતના મુખ્ય મુખ્ય વિદ્વાનોના હાથમાં તે ગ્રન્થ ગયા, કલકત્તામાં M. A. સુધી તથા સંસ્કૃતના ટાઈટલ (તીર્થ) પરીક્ષા સુધી જૈન ન્યાય વ્યાકરણના પ્રત્યે દાખલ થયા. બનારસ અને મુંબઈ યુનીવર્સીટીએ જૈન ધર્મના સાહિત્યને માનપૂર્વક સ્થાન આપ્યું, જૈન,
૧ જૈન, ભાવનગર, ૩૦ નવેમ્બર ૧૯૩૦.
For Private and Personal Use Only