________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી યશોવિજ્યજીના જીવન વિષે નો પ્રકાશ પ૭ તેમ યશવિજ્યજીએ પણ કાશીમાં જઈ વિધાન થઈ વિધ્વજા
ફરકાવી.
કાશી ગયા. શ્રી નવિજ્યજી પિતાના શિષ્ય યશવિજ્યજીને લઈ કાશી પહોઆ. વિહારમાં તેમને અનેક કષ્ટોને મુકાબલે કરવું પડે.
અભ્યાસ અને પારંગતતા કાશી જૂના કાળથી વિદ્યાનું ધામ છે. તે વખતે અનેક વિષયના અઠંગ વિધાનોથી કાશી પ્રકાશવાળી હતી. યશોવિજયજીની પ્રતિભા તીવ્ર હેવાથી તર્ક વિદ્યા ભણવાને તેમને ઉત્સાહ અને હતે. ગુરૂ, શિષ્યના સાચા હિતેચ્છી હતા એટલે શિષ્યના અભીષ્ટ વિષયને ભણવવાને તેમણે બંદોબસ્ત કર્યો. તે વખતે કાશીમાં ન્યાયના પ્રખર વિદ્વાન એક ભટ્ટાચાર્ય હતા જેમની પાસે ૭૦૦ શિષ્ય દરરોજ દર્શનશાસ્ત્ર શિખતા હતા. શ્રી યશેવિજ્યજી જૈન સાધુ પણ તેમની પાસે એકાગ્રતાથી ભણવા લાગ્યા. જૈન સાધુને ભણાવવામાં બ્રાહ્મણ સંકેચ કરતા. ભટ્ટાચાર્યને, ધનજી સૂરાએ ભણાવવા માટે આપેલ ૨૦૦૦ માંથી રેજને એક રૂપી ભણાવવાને આપવાનું ઠરાવ્યું, તેથી ભટ્ટાચાર્ય ખુશીથી ભણાવવા લાગ્યા. તીણ પ્રતિભાવાલા યશવિજયજી એક પછી એક દર્શનના સિદ્ધાંતને ઝડપથી હસ્તગત કરતા ગયા. ત્રણ વર્ષમાં તેઓએ પ્રાચીન અને અર્વાચીન દર્શનશાસ્ત્રમાં અનેખી યોગ્યતા મેળવી. ભટ્ટાચાર્ય અને બીજા વિદ્વાન આ ગુજરાતી જૈન સાધુની પ્રતિભા જોઈ છક જ થઈ જતા હતા. ઘણા ખરાને ઈર્ષ્યા થતી હતી. વ્યાકરણ અને કાવ્યમાં પણ તેઓ નિષ્ણાત થયા.
For Private and Personal Use Only