________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી યશવિજ્યજીના જીવન વિષે ના પ્રકાશ ૫૯ સાથે રહી સ્થિરતાપૂર્વક વધુ ગંભીર અધ્યયન કર્યું. આ કાર્યમાં આગ્રાના જૈનસંઘે પૂરત વેગ આપો. યશોવિજયજીને દરેક વિષયમાં અભ્યાસ પૂરો થયો. તેમની વિદત્તા પૂર્ણ રીતે પ્રકાશવા લાગી.
આગ્રાથી અમદાવાદ આવ્યા હવે તેમને જન્મભૂમિનું મધુર સમરણ થયું. આગ્રાથી વિહાર કરી પિતાની જન્મભૂમિ ગુજરાત ભણી તેઓએ વિહાર લંબાવ્યું. ગામેગામે પિતાની વિદ્વત્તાને જેને–અર્જનમાં પ્રકાશ કરતા ન્યાયાચાર્ય શ્રી યશોવિજયજી મહારાજ ગુજરાતના રાજનગર અમદાવાદ પિતાના ગુરૂશ્રી નવિજયજીની સાથે આવ્યા. સંધ તરફથી તેમનું દબદબાભર્યું સામૈયું થયું. વિદત્તાભર્યા તેમના પ્રવચનો થવા લાગ્યાં, તે સાંભળવા માનવ મેદનીનાં પુર ઉભરાવા લાગ્યાં. જુજ સમયમાં તેમની કીતિ અમદાવાદના સાક્ષર અને ઓફીસરોમાં પણ પ્રસરી ગઈ.
સૂબાની સભામાં ચમત્કાર, અમદાવાદને સુ તે વખતે મહાબતખાન હતો. તેની સભામાં યશવજ્યજીની પ્રશંસા થઈ. સુબાએ યશવજયજીને આદરપૂર્વક બેલાવ્યા. પરોપકાર અને શાસનન્નતિ માટે રાજસભામાં જતાં આજકાલના સંકુચિત અને અભિમાની સાધુઓની જેમ યશેવિજયજીને જરા પણ સંકોચ ન થયો. તેઓ રાજસભામાં ગયા. સૂબા સાથે વિદ્વત્તાભર્યો તાત્વિક વાર્તાલાપ કર્યો. સૂબાની પ્રાર્થનાથી સભા સમક્ષ યશોવિજયજીએ ૧૮ અવધાન કરી બતાવ્યાં. આ ઉપદેશને અવધાનથી સૂબા ઉપર આ જૈન સાધુની ઘણું સારી અસર થઈ. સૂબાએ આનંદ પ્રકટ કર્યો અને ઘણું પ્રશંસા કરી. રાજ્યના વાજાં વગેરે લવાજમાં સાથે ઠાઠથી શ્રી યશોવિજયજીને ઉપાશ્રયે પહોંચાડ્યા.
For Private and Personal Use Only