________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬૮
સ્યાદાદ મંજરી
હતી. તે પછી વેતાઅરની એક સંસ્થા ગામમાંથી આ ગ્રન્થરત્નની કોઈએ પરીક્ષા આપી હોય એવું મારા ધ્યાનમાં નથી. હા, મને હમણાં
સ્મરણ થાય છે કે-ગઈ સાલમાં ઇન્દોર અને વિકાનેર વાલા બે જણે આની પરીક્ષા આપી છે, કે જે વર્ષમાં અમે બન્ને જણે આપી છે. શ્રી વીરતત્વ પ્રકાશક મંડલે ગઈ સાલથી પરીક્ષા અપાવવાનું કામ ફરીથી હાથમાં લીધું છે. મને આશા છે કે તે સમાજના સુભાગે સફલતા મેળવશે. શ્રી વી. પ્ર. મં. સિવાય આપણી ધાર્મિક કે સામાજિક સંસ્થાઓ ઘણી યે છે અને વેતામ્બર, દિગમ્બર કે સ્થાનકવાસી જૈનમાં સાધુ-સાધ્વી સમુદાય પણ બહોળો છે. તે બધી સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને સંસ્કૃત ન્યાય-વ્યાકરણનો પૂરતો બેધ કરાવી આ સ્થાદાદ મંજરીને અભ્યાસ કરાવવાને નિયમ રખાય તે એમ કહી શકાય કે જૈનેએ આ અઠંગ ગ્રન્થને ઘણે સત્કાર કર્યો છે. તેમજ મહાવીર વિદ્યાલય, શ્રી યશોવિજયજી ગુરૂકુલ, પંજાબનું ગુરૂકુળ તથા મહેસાણાની પાઠશાલા જેવી સંસ્થામાં તે પ્રાચીન જૈન ન્યાય -વ્યાકરણ અને કાવ્યોના પ્રત્યે ખાસ કરી પાઠ્યક્રમમાં રખાવા જોઈએ. તે સિવાય સમાજના દ્રવ્યની સફલતા નહી થવાની એમ હું જ નહી પણ ઘણાએ જૈન વિદ્વાને ધારે છે. કહે છે, અને લખે છે. તે સંસ્થાઓમાં જે આવો પાક્ય ક્રમ રાખવામાં આવે તે દશ વર્ષ પછી જૈનોમાં પંડિતોની ખટ ઘણી ઓછી થઈ જાય. આજે કાશીની પાઠશાલાના ગણ્યા ગાંઠયાં વિદ્યાર્થીઓ સિવાય વેર મૂ. પૂ. સમાજમાં ક્યાંય પણ પ્રાયઃ સંસ્કન જૈન પંડિત મલતા નથી. તેથી જૈનોને ભણવાનું એક પ્રાચીન ગ્રન્થ રત્નનું સંશોધન તથા અનુવાદ કરાવવાનું ઘણું કામ જૈનેતર પાસે કરાવવું પડે છે. આ વાત સાહિત્ય અને ધનના સમુદ્ર એવા જૈન સમાજની કીર્તિમાં ન્યૂનતા લાવે તેવી છે. અને ઘણી વખત અનર્થકારી તથા
For Private and Personal Use Only