________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્યાદાદ મંજરી
૪૭ પાઠશાળા થઈ છે અને થતી જાય છે. જ્યારે વેતાંબરેમાં ફક્ત શ્રી વીરસ્તવ પ્ર. મંડળની એકજ સંસ્થા છે. (અહિં પાઠકે એમ ન સમજવું જોઈએ કે હું વિષયાંતર થયે છું. જે લખ્યું છે તે મારા ઉદ્દેશની પૂર્તિ માટે લખ્યું છે. અને લખીશ તે પણ તેની પૂર્તિ માટે.) મુંબઈની યુનિવર્સીટી, કલકત્તાની ગવર્મેન્ટ સંસ્કૃત કેલેજ તથા બનારસના વિશ્વવિદ્યાલયમાં પ્રાચીન જૈન ગ્રંથમાં સંસ્કૃત અને અંગ્રેજી પરીક્ષામાં સ્યાદ્વાદમંજરી પણ દાખલ થયેલી છે. જૈનેતર વિદ્વાને પણ પ્રસ્તુન મંજરી તરફ કાયેલની માફક મુગ્ધ થતા જાય છે, ત્યારે કેવળ વેતાંબરે અને સ્થાનકવાસી જૈને જ આને લાભ ન લે ? કે જેના ખાસ પૂર્વજોએ અગાધ બુદ્ધિના શ્રમથી આ ગ્રંથ રચ્યો છે. તે એ કેટલું વિચિત્ર લાગે છે ? તે પછી દરિદ્રના ધનની માફક આ ગ્રંથથી પૂર્વના જૈનાચાર્યોના આ વારસાની શી કૃતાર્થતા ? અને આપણું આ શી કૃતજ્ઞતા? હવે તે જૈનોએ જાગવું જોઈએ. અને શ્રી. વી. પ્ર. મંની જેમ બીજી વેતાંબર, દિગંબર અને સ્થાનકવાસીએની સામાજિક અને ધાર્મિક સ્કુલેમાં સંસ્કૃત વ્યાકરણને પૂરે બંધ કરાવી સ્યાદામંજરી અને તેના જેવા બીજા પણ જૈન ન્યાયના આર ગ્રન્થને અભ્યાસ અને તે પછી પરીક્ષા આપવાનો રિવાજ ફરજીઆત તરીકે દાખલ કરાવવો જોઈએ. તથા અલ્હાબાદ, મદ્રાસ, પૂના, પટણા, કાશ્મીર, આદિની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં આ ગ્રંથને જરૂર દાખલ કરાવવો જોઈએ.
સ્યાદાદમંજરી જેવા ગ્રંથને જેટલે પ્રચાર થવો જોઈએ તેના સમા ભાગ જેટલે પણ થયું નથી. તેમજ તેના ઉપર ઉહાપોહ પણ
૧ બિહારની સંસ્કૃત પરીક્ષામાં અને ઇન્દરના હેકર મહા વિદ્યાલયમાં પણ આ ગ્રન્ય દાખલ થયેલ છે.
For Private and Personal Use Only