________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ
૪૬૦ શ્રી યશોવિજયજેના જીવન વિષે ના પ્રકાશ
આ પ્રસંગથી યશવિજ્યજીની કીર્તિમાં વધારે થશે. જૂદા જૂદા ગચ્છના સાધુઓ અને શ્રાવક ઉપર જમ્બર અસર પડી. તેમની બધાએ પ્રશંસા કરવા લાગ્યા.
ઉપાધ્યાય પદ, યશવિજયજીની વિદ્વત્તા, ભણાવવાની શક્તિ, ઉપદેશ પ્રણાલી અને પવિત્ર ચારિત્રથી તેમના ઉપર જૈન સંધ મંત્રમુગ્ધ થયા હતા. તે વખતે શ્રી વિજયદેવસૂરિ જૈનેના મુખ્ય આચાર્ય હતા. તેમની આગળ સંધના આગેવાનોએ કરી યશોવિજયજીની યોગ્યતા બતાવી ઉપાધ્યાય પદવી આપવા પ્રાર્થના કરી. છેડા વર્ષમાં શ્રી વિજયદેવસૂરિ નું નિર્વાણ થવાથી તેમના પધર આચાર્ય વિજ્યપ્રભુસૂરિએ વિક્રમ સં. ૧૭૧૮માં ન્યાયાચાર્ય યશોવિજયજીને ઉપાધ્યાય પદ આપ્યું. - કવિ કહે છે કે યવિજયજીની વાણ ઉપનિષદ જેવી ગંભીર હતી. હરિભદ્રસૂરિના લધુ બાંધવ જેવા તેઓ હતા, એટલે કે દર્શનશાસ્ત્રોમાં હરિભદ્રસૂરિ જેવી ગંભીર કલમ તેઓએ ચલાવી છે. સિદ્ધહસ્ત લેખક હતા.
નિર્વાણુ
શ્રી યશવિજયજીએ પિતાના જીવનમાં ઉત્તમ પ્રકારનું સાહિત્યનું સર્જન કર્યું. અનેક ભવ્ય પુરૂષને ઉપદેશ આપ્યો, જૈન ધર્મની પ્રગતિના ઉપાય કર્યા અને સંઘની શોભા વધારી. વિક્રમ સંવત ૧૭૪૩ માં તેમનું છેલ્લું ચોમાસુ ડાઇમાં થયું. આ ચોમાસામાં તેમને સ્વર્ગવાસ થયે. નશ્વર દેહથી મુક્ત થઈ અનશ્વર કીતિને તેઓ આ લેકમાં મૂકી સ્વર્ગલોકના અતિથિ થયા. તેમના ભૌતિક દેહને જ્યાં અગ્નિદાહ થયે ત્યાં એક સમાધિસ્તૂપ બન્યો. સુજલીના કર્તા કહે છે કે તે સ્તૂપમાંથી યશોવિજયજીના નિર્વાહ દિવસે ન્યાયધ્વનિ નીકળે છે–સંભળાય છે.
For Private and Personal Use Only