________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૬
શ્રી યશવિજ્યજીના જીવન વિષે નો પ્રકાશ
જીવનપ્રભા
શ્રીયશોવિજયજી મહારાજે વિક્રમ સં. ૧૬૮૮ માં જૈન સાધુ-દીક્ષા લીધી. તે જ વર્ષે ગુરૂ પાસે સામાયિકાદિ શાસ્ત્રોના અભ્યાસની સાથે યોગદહનક્રિયા કરી મોટી દીક્ષા લીધી. પિતાની તીવ્ર જીજ્ઞાસાથી ગુરૂ પાસે અગ્યાર વર્ષ સુધી રહી જૈનશાસ્ત્રોમાં પ્રવીણતા મેળવી.
વિક્રમ સં. ૧૬૯૯ માં પિતાના ગુરૂ શ્રીનવિજ્યજી સાથે શ્રી યશોવિજયજી રાજનગર-અમદાવાદમાં આવ્યા. અમદાવાદના નાગરિકની આગળ યશોવિજયજીએ આઠ અવધાન કરી બતાવ્યાં, જેની અસર પ્રજા ઉપર સારી થઈ હતી. તે વખતે ઓસવાળ જાતિમાં ધનજી સૂરા નામને એક શેઠ હતા, જે ઘણે દાની અને અમદાવાદ જૈનસંઘમાં આગળ પડતો ભાગ લેતે હતો. તે ધનજી સુરાએ શ્રી યશોવિજયજીની પ્રતિભાશકિતથી ચમત્કૃત થઈ નવિજ્યજીની આગળ કહ્યું કે શ્રી યશોવિજયજી તીવ્ર પ્રતિભાસંપન્ન છે. યોગ્ય છે. જે સારી રીતે ભણે તે બીજા હેમચંદ્રાચાર્ય થાય. શ્રી નયવિજય જીએ કહ્યું કે અત્યારે કાશીના બ્રાહ્મણે જ વિદ્વાન છે, પણ સાંપ્રદાયિક દેશથી તે બ્રાહ્મણે જૈન સાધુઓને ભણાવે નહિ, માટે દ્રવ્યનું સાધન હોય તે તે કાર્ય થઈ શકે. ધનજી સૂરાને જૈનધર્મ માટે ધગશ ઘણી હતી. તે વિદ્યા અને વિદ્યાની કીંમત સમજતા હતા, તેથી ઉત્તરમાં ધનજી સૂરા બોલ્યો કે આ કામ માટે હું બે હજાર (૨૦૦૦) રૂપીયા આપું છું. જ્યારે જ્યારે દ્રવ્ય-ધનની જરૂરત હોય ત્યારે ત્યારે સમાચાર આપશે. એટલે તરતજ મેકલી આપીશ. જેમ શેઠ વીરચંદ દીપચંદની સહાયતાથી શ્રી વિજયધર્મસૂરિ મહારાજ કાશીમાં ભણું અને સાધુઓને ભણાવી જૈનધર્મની પ્રગતિ કરી શક્યા
For Private and Personal Use Only