________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૪ બે સોલંકી રાજાઓના સમયમાં થયેલી સાહિત્યની પ્રગતિ પુરૂષ ચરિત્ર વિગેરે પ્રથે બનાવરાવ્યા હતા અને તેની સેંકડે કપીઓ કરાવી જુદા જુદા ભંડારોમાં રખાવી હતી. હેમચંદ્રાચાર્યનું ઘણુંખરૂં સાહિત્ય કુમારપાળના રાજયમાં ગુજરાતમાં જ બન્યું છે અને લખાયું છે. જે સાહિત્યને દરિયાપારના લેક પણ ગંભીરતાપૂર્વક અધ્યયન કરવામાં સારો રસ લે છે. સિદ્ધરાજની જેમ કુમારપાળની પાસે પણ વિદાને સારી સંખ્યામાં હતા.
પ્રાકૃત દ્વયાશ્રયના પહેલા સર્ગમાં શ્રી હેમચન્દ્રાચાર્ય લખે છે કે –કુમારપાળની રાજધાની (પાટણ) માં એક પંડિતસભા રાજ્ય તરફથી હતી, જેમાં અદિતીય ગુણવાળા, બૃહસ્પતિ જેવા અનેક પંડિત હતા, જેમનાથી પાટણ શોભતું હતું. વળી પાટણ (ગુજરાત) માં શૌર્ય વગેરે ગુણની તથા સંગીત સાહિત્યાદિ વિદ્યાની બહુ ઉન્નતિ હતી. (સર્ગ ૧-૩૩) આ જ ગ્રંથના પહેલા સર્ગમાં રપ મા પદ્યમાં લખ્યું છે કે પાટણના પતિને જોઈ બૃહસ્પતિને પણ પોતાની વિદત્તા, મહાભ્ય તથા ગુણસમૃદ્ધિ માટે અભિમાન રહેતું ન તું. મતલબ કે અહિં બહુ જ પ્રચંડ વિદ્યાને વસતા હતા. કુમારપાળની પાસે રાતદિવસ સારા સારા વિદ્યાને રહેતા. કપર્દી, વાગભટ, શ્રી હેમચંદ્રસૂરિ, રામચંદ્રસૂરિ, સિદ્ધપાલ, યશપાલ, શ્રીપાલ જેવા વિઠાનું કવિએ તેના મંત્રી, ગુરૂ અને મિત્રો હતા; તેથી તેની સાહિત્યપ્રીતિ વધતી ગઈ હતી. તેને વિદ્વાને “વિચારમુખ કવિબાંધવ” વિશેષણથી સંબોધતા હતા. સોલંકી નામના એક મહાન ગવૈયાને તેણે સારું ઇનામ આપ્યું હતું. તેના રાજ્યમાં અનેક ગ્રન્થકાએ પ્રથા રહ્યાં છે. તેમાં નમૂના તરીકે થેડા અહીં લખું છું--
સવૃત્તિ યોગશાસ, વીતરાગતેત્ર ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્ર(૩૬૦૦૦ બ્લેકનું), હૈમન્યાયવૃત્તિ, કાવ્યાનુશાસન, વૃત્તિ છન્દાનુશાસન, સંસ્કૃત
For Private and Personal Use Only