________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેની સમપદાર્થો
૪૩૭ ગ્રંથમાં આવતા પ્ર. ન. ત. ના અનેક સૂવેથી પ્રમાણિત થાય છે. પ્રમાણ વિષયમાં કઈ કઈ સ્થળે તત્ત્વાર્થ સૂત્ર અને તર્કસંગ્રહની પણ અસર જણાય છે. જીવવિચારના નવતત્ત્વના વિષયને પણ આ ગ્રન્થમાં ન્યાયની ભાષામાં લક્ષણે બાંધી રસિક બનાવ્યા છે, જેથી જુની પદ્ધતિથી જાણવામાં કંટાળેલાને પણ આ ગ્રન્થ જાણવાને ઉત્સાહ થાય. પ્રત્યક્ષ અનુમાનાદિ પ્રમાણ, સમભંગી જેવા કઠિન વિષયને જરા સહેલાં અને ટૂંકા કરી આમાં સમજાવ્યા છે. મતલબ કે પ્રમાણ અને પ્રમેયનું એકજ પુસ્તકમાં દિશાનાન કરાવવા આ ગ્રંથમાં જુની અને નવી અથવા આગામિક અને તાકિ એ બન્ને પદ્ધતિને વચલે માર્ગ લઈ આ ગ્રન્થને સર્વોપયોગી બનાવ્યું છે.
આ ગ્રન્થ સહેલે અને નવાને છે, વાક સુંદર છે, લક્ષણે સારાં છે, જેના પ્રમાણની સાથે જૈન પ્રમેયની પણ પ્રક્રિયા આમાં છે. એ જોતાં ન્યાયના પ્રાથમિક અભ્યાસ માટે આ ગ્રન્થ પ્રાથમિક નિશાળની ગરજ સારે તેવો છે. જેમ તૈયાયિક વૈશેષિક દર્શન માટે પ્રાથમિક ગ્રન્થ તરીકે તર્કસંગ્રહ છે. તેમ જૈનદર્શન માટે આ સપ્ત પદાર્થો છે. તર્કસંગ્રહ સૂત્રબદ્ધ છે, જ્યારે આ વાક્ય બદ્ધ-ગવ બદ્ધ છે. આના કર્તાએ, તર્કસંગ્રહને ઠેકાણે સહેલે જૈન ગ્રંથ નહિં હશે એટલે તેના અનુકરણમાં આ ગ્રન્થ ર, તથા મુક્તાવળીને ઠેકાણે સ્યાદવાદ મુક્તાવાળી બનાવી છે. પ્રથકાર બંને ગ્રંથની રચનામાં સંપૂર્ણ સફળ થયા હોય, તેમ જણાતું નથી છતાં તેમની સરલતા અને પદાર્થોને ગઠવવાની કળા સ્પષ્ટ રીતે તરી આવે છે. છાત્રાપયોગી અન્ય બનાવવા માટે ગ્રંથકારને ઓછું અભિનંદન નથી.
પ્રમાણ નવતવાલેકથી લઈ ઠેઠ સંભાતતક સુધીના ગ્રંથે બધાએ પ્રમાણ વિષયની અને તે પણ વાદ વિવાદની પદ્ધતિથી ચર્ચા કરે છે.
For Private and Personal Use Only