________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૬૦: શ્રી યશોવિજયજીના જીવન વિષે
ન પ્રકાશ. આપણાં દેશમાં અઠંગ વિદ્વાન અને વીરપુરૂષ પ્રતિ આપણી માનદૃષ્ટિ જરૂર છે. પણ તેમના જીવનકાર્યની રીતસર તારીખ વાર નિશ્ચિત હકીકત જાણવા અને જણાવવાની તમન્ના યુરોપીયન લેકે જેવી આપણું નથી. એનું જ એ કારણ છે કે જુના વખતથી શુદ્ધ ઈતિહાસના ગ્રંથે આપણે ત્યાં લગભગ નથી બન્યા. તેથી આપણને ૨૫૦૦ વર્ષ પણ શૃંખલાબદ્ધ વ્યવસ્થિત ઈતિહાસ જડતું નથી, એ બીના ખરેખર દુઃખ ઉન્ન કરનારી છે. આપણા અનેક ધર્મનેતા, અનેક કવિ અને કેષકારો, ઘણા રાજા અને મંત્રીઓ, નૈયાયિક અને વૈયાકરણે અંધકારમાં છે. તેઓએ આત્મ પુરૂષાર્થથી કઈ કઈ દિશામાં પિતાની જ્યોતિ ફેલાવી ? કયાં જમ્યા ? ક્યાં નિર્વાણ પામ્યા ? ક્યા કયા વિષયના કેટલા કેટલા ગ્રંથ લખ્યાતે સંબંધી આપણી પાસે પ્રબલ સામગ્રી
૧ જૈન, ભાવનગર ૨૫ માર્ચ ૧æ૪
For Private and Personal Use Only