________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬
પ્રાચીન ગ્રંથપરિચય જૈન વિદાએ સાહિત્યમાં જરા પણ પક્ષપાત કર્યો નથી. પિતાની નિર્મળ દૃષ્ટિથી જૈન સાહિત્યની જેમ અજૈન સાહિત્યને પણ ઉડે અભ્યાસ કરી તે ઉપર વૃત્તિ, ટીકા ટિપ્પણી અને ભાગે લખી પિતાની ચમત્કારી કલમને પરિચય કરાવ્યું છે. તેવા સેંકડો ગ્રંથના દાખલા આપવાની સામગ્રી હારી પાસે છે જે વખત મળવાથી બહાર મૂકવામાં આવશે.
આપણા વર્તમાન સાધુઓ પિતાના ધર્મના પણ ન્યાય વ્યાકરણ કાવ્યસિદ્ધાન્તાદિના ગ્રંથે ભણવા પ્રયત્ન કરતા નથી. પિતે સમર્થ નથી તે પછી બીજાના સાહિત્યને ભણીને તે ઉપર અઠંગ ગ્રંથે બનાવવાની આશા તે કેમ જ રાખી શકાય? તેઓને જ્ઞાનવ્યવસાય મટી ઉપકરણવ્યવસાય વધી રહ્યો છે. અધ્યાત્મવાદ સુકાઈ જઈ પૌદ્ગલિકવાદ પલ્લવિત થતો જાય છે. અને આપણું બાવની સ્થિતિ પણ લગભગ તેવીજ જડપ્રાય છે. નાહિમ્મત અને કંગાલવૃત્તિમાં તેઓ આગળ વધતા જણાય છે.
આ સારસ્વત દીપિકાની પ્રતિ ઉજૈનમાં યતિ શ્રી પ્રેમવિજયજીના ભંડારમાં છે. તે પિથી ને ૨૧ માં છે. પ્રતિ જેવા દેવા માટે યતિથીને ધન્યવાદ આપું છું.
For Private and Personal Use Only