________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૨
શિલ્પના બે જૈન ગ્રંથે આપણા ભારતમાં પાંચ હજાર વર્ષ પૂર્વે હતી. આ વિજ્યના અનેક ગ્રંથે આપણે ત્યાં હતા, તેના અનેક દાખલા મળતા જાય છે. સાંપ્રદાયિક દેષ કે અજ્ઞાનતાને લીધે આપણે સાહિત્યવારસો ઘણે ખરે નષ્ટ પ્રાય થઈ ગયો છે, અને થઈ રહ્યો છે. તેમાં શિલ્પવિષયક સાહિત્યની તરફ તે વધુ ઉપેક્ષા વૃત્તિ અને અજ્ઞાનતા હોવાથી તે સાહિત્યના પ્રાસાદમંડન, રૂપાંડન, રાજવકુંભ, શિ૯૫દીપક, સમરાંગણ અને મયમત જેવા થડ જ ગ્રંથ બચ્યા છે. તેમાં જૈનેના તે તે કરતાં યે થેડા ગ્રંથ ઉપલબ્ધ છે.
જેનેને સાહિત્યના તમામ ક્ષેત્રમાં આશ્ચર્ય ઉત્પન્ન કરે તે ફાળો છે. અનેક કારણોથી ઘણું સાહિત્ય નષ્ટ થયા પછી પણ હજુએ જૈનભંડા વિવિધ પ્રકારના સાહિત્યથી છલકી રહ્યા છે. અત્યારે જૈન સાધુ કે ગૃહસ્થોમાં શિલ્પવિષયક જ્ઞાન નહિ જેવું છે. શ્રીમાન જયસૂરિજી આચાર્ય આ વિષયનું સારું જ્ઞાન ધરાવે છે એમ સંભળાય છે; તેઓ અને પં. ભગવાનદાસજી (જયપુરવાળા) સિવાય કે જેને આ વિષયમાં વર્તમાનમાં ઉલ્લેખનીય ખ્યાતિ મેળવી હોય તેવું જણાતું નથી.
હજુ સુધી કોઈ પણ જૈન વિદ્યાનો બનાવેલ ખાસ પ્રાચીન શિલ્પગ્રંથ પ્રકાશિત થયો નથી. મને જણાવતા હર્ષ થાય છે કે હમણાં શિલ્પના બે જૈન ગ્રંથ ભંડારમાંથી મળ્યા છે. તે બન્ને મહ
ત્વના અને છસોથી વધારે વર્ષો પહેલાના છે. આ ગ્રંથે શિલ્પો માટે સહાયક નિવડે તેવા છે. હજુ સુધી તે ક્યાંય છપાયા નથી. આ બે ગ્રંથને ટૂંક પરિચય હું પાઠકેને કરાવવા માગું છું. આ એમાં એનું નામ વસ્યુસારપણું અને બીજાનું નામ પ્રતિષ્ઠાસાર છે.
For Private and Personal Use Only