________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાચીન ગ્રંથપરિચય
૩૯૩ આપી છે એમ મનાય છે. તેમાં લૌકિક પ્રયોગની આવશ્યક ક્રિયાસિદ્ધિ ઠીક છે. સાધારણ સ્થૂલ બુદ્ધિવાળાઓ માટે તે વધુ ઉપયોગી છે. હેમચંકીય અને પાણિનીય વ્યાકરણની દષ્ટિએ આ ધણું સંક્ષિપ્ત છે. સેકડે વર્ષોથી આનું પઠન પાઠન બહેળા પ્રમાણમાં થાય છે. ગુજરાત અને સપારી પ્રદેશમાં તેને વધુ આદર જણાય છે. તેના ઉપર આવશ્યક્તાનુસાર જુદી જુદી દષ્ટિએ અનેક ટીકાઓ બની છે. વર્તમાનમાં સર્વત્ર પ્રસિધ્ધ ચન્દ્રકીર્તિ સૂરિ જૈનાચાર્ય હતા. આ સારસ્વત ઉપર બીજી છ ટીકા જૈન વૈયાકરણએ બનાવી છે. જૈન કૅન્ફરન્સ સની જૈન ગ્રંથાવલી પ્રમાણે તેમના નામે સહજકીર્તિ, નયસુંદર, ભાનુચંદ્ર, દયારત્ન, મેઘરત્ન અને યતીશ છે. આ છએ ટીકા મહારા ધારવા પ્રમાણે હજી ક્યાં છપાણી નથી.
सारस्वत दीपिका હું અહિં જે ટીકાને પરિચય લખું છું તે મેઘરની સારસ્વત દીપિકા છે. તેના પ્રારંભમાં આ પ્રમાણે લખ્યું છે.
(૧) વાર્ત (વિ?િ) fજપતિઃ
सेव्यमानं प्रमोदाद् गीर्वाणे शैर्दनुजमहितं 'वंद्यपादारविंदम् ।
૧ પ્રતિઓના પાઠમાં ઘણે ભાગે પૂર્વમાં સવર્ણ પાંચમા અક્ષરને બદલે અનુસ્વાર લખેલો દેખાય છે, તે વ્યાકરણ દૃષ્ટિએ ઠીક ન હોવા છતાં પ્રતિલેખક જગાની સંકુચિતતા અથવા લખવાની અનુકૂલતાને લીધે તેમ લખતા હશે, આ પ્રતિમાં પણ તેમજ છે. અહીં મૂલપાઠને મેં જેમને તેમજ લખ્યો છે. સાનિ પણ સારસ્વતનું રૂપાંતર છે. લગભગ સારસ્વતના મૂલ સૂત્રો બધાએ સિદ્ધાન્ત ચન્દ્રિકામાં છે.
For Private and Personal Use Only