________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાચીન પુસ્તકો અને પુસ્તકાલયો મંત્રકલ્પ, સામુદ્રિક, પ્રકીર્ણ વિગેરે વિયેનાં પુસ્તકે જુદા જુદા વિષયોના વિભાગમાં લખ્યાં છે. તેમાં ગ્રંથનું નામ, તેના કર્તા-વૃત્તિ વૃત્તિકાર, ગ્રંથનું પરિણામ, શ્લેક, પેજ વિગેરે તમામ હકીકત બહુ સુંદર રીતે વિદત્તાપૂર્વક લખી છે. આવી સૂચીઓ પહેલા ઘણીય હશે અને તેને ઉપયોગ પણ બહુ થતો હશે.
વાચકે જોઈ શકશે કે આપણા હિન્દમાં પૂર્વકાળમાં જ્ઞાનપૂજા કેટલી ઉન્નતિ ઉપર પહોંચી હતી ? આપણું સાહિત્ય કેટલું સમૃદ્ધ થયું હતું ? આપણા વિદ્વાનોએ કેટલી કુશળતાપૂર્વક બુદ્ધિને ઉપયોગ કર્યો હતા અને આપણા રાજા-મહારાજા તથા ઉદાર ધનિક દાનપુરૂષોએ આ કાર્યમાં કેવો સુંદર ફાળો આપી આપણી સંસ્કૃતિને દૈવિક બનાવી છે. લગભગ બે હજાર વર્ષમાં પુસ્તકલામાં પણ ભારતે સારી સરખી પ્રગતિ કરી છે એમ દરેકને માનવું પડે છે.
અત્યારે પહેલાં કરતાં પુસ્તકને લખવાં, છપાવવાં, સુંદર આકારમાં ફેશનેબલ કરવા વિગેરેનાં સાધનો વધ્યાં છે, માટે હવે આપણે વધુ ઝડપથી, સાવધાનીથી અને બુદ્ધિમત્તાપૂર્વક સુંદર કાર્ય કરી બતાવવાનો પ્રસંગ છે. બીજા દેશોએ આપણું કરતાં વધારે પ્રગતિ કરવા માંડી છે, તે હિસાબે વીસમી સદીમાં આપણે પાછળ છીએ. ખુશીની વાત છે કે ભારતમાં આપણાં કેટલાક રાજવીઓને વિદ્યા-સાહિત્યને શેખ લાગે છે, તેથી તેઓ સત્તા ધનથી સારું કાર્ય કરી રહેલ છે, જેમાં શ્રીમંત ગાયકવાડ સરકાર પણ આગળ પડતા રાજવી છે. તેમણે આખા ગુજરાતને શિક્ષિત, સંસ્કારી તથા પુસ્તકપ્રેમી બનાવવામાં ઘણું સારે ફાળો આપે છે. અને પાટણ વિગેરેના જૈન ભંડારોની કીંમત આંકી તેમાંથી સારાં સારાં એથે બહાર પાડયા છે–પાડે છે. આશા છે કે આ કાર્યમાં દિવસે દિવસે વધુ પ્રગતિ થશે અને હિંદના ઘરે ઘરે શિક્ષણ સાહિત્યને પ્રચાર થશે.
For Private and Personal Use Only