________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બે સોલંકી રાજાઓના સમયમાં થયેલી સાહિત્યની પ્રગતિ ૩૭૧ ભાષાઓનાં વ્યાકરણ માટે સાધન પૂરૂ પાડનાર આપણે ગુજરાતને મધ્યકાળ છે અને તેને યશ સિદ્ધરાજ જયસિંહ તથા કુમારપાળ સેલંકીને છે. તેમના સમયમાં ભાટ-ચારણ તથા ગ્રામીણ લેકેનું જે સાહિત્ય હતું તેમાં પણ સારો વિકાસ થયો હતો. તેને કેટલાક ભાગ પ્રબંધચિંતામણિ, પ્રભાવકચત્રિાદિમાં મળે છે.
સિદ્ધરાજે દેશ-વિદેશના પ્રચંડ વિદ્વાનને માનપૂર્વક બોલાવી પાટણમાં વસાવ્યા હતા. તેમ પાટણમાં પણ અનેક ધુરંધર વિદ્યાને હતા. તેમના હાથે અનેક વિષયનું સાહિત્ય સર્જાયું છે, જેની ગ્રંથ સંખ્યા હજારોની થાય. વાગભટ, કપર્દી, શ્રીપાલ, હેમચંદ્રસૂરિ, કકલ, ઉત્સાહ જેવા સાક્ષર સિદ્ધરાજના મંત્રી-સહચારી કિંવા મિત્રો હતા. તેથી તેની સાહિત્ય-પ્રીતિમાં ઘણું વધારો થયો હતે. દ્વયાશ્રય કાવ્યમાં લખ્યું છે કે-શકુન, જ્યોતિપુ, ન્યાય, પુરાણ નિરૂક્ત, વ્યાકરણ, માતૃકલ્પ આદિ શાસ્ત્રોને સિદ્ધરાજ જાણતો હતો. તેમ વૃત્તિ, સુત્ર સંસર્ગવિદ્યા, ત્રિવિદ્યા, ધાંગવેદ, ક્ષાત્રવિદ્યા, ધર્મવિદ્યા તથા નાસ્તિક દર્શનના જાણકાર એવા પંડિત માટે સિદ્ધરાજે પાટણમાં મઠ (સંસ્થા) બંધાવ્યો હતો અને ત્યાં ઉપર કહેલ બધી વિદ્યાને જાણનાર બ્રાહ્મણ વિગેરે વિદ્વાનો વિવિધ વિદ્યાને અભ્યાસ કરતા-કરાવતા હતા. આ મઠ બહુ જ મેટ હશે. વર્તમાનની કૅલેજ સાથે તેની તુલના કરવામાં કોઈ વાંધો નથી. લેખ લાંબો થવાની બીકથી સિદ્ધરાજના રાજ્યકાળમાં જે સાહિત્યક કાર્યો થયાં છે, તેની ડીક નેધ માત્ર અહીં આપી દઉં છું:
૧ સર્ગ ૧૫ માને છેક ૧૧૭ થી ૧૨૨ સુધીમાં ૨ સંસ્કત દ્વયાશ્રયકાવ્ય સર્ગ ૧૫-૧૨૧.
For Private and Personal Use Only