________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૦ બે સેલંકી રાજાઓના સમયમાં થયેલી સાહિત્યની પ્રગતિ બધા ય મૌન રહ્યા. આ કાર્ય માટે આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિને કુશળ માન્યા. રાજાએ તેમને પ્રાર્થના કરી અને આચાર્યો તે મંજૂર કરી. સંસ્કૃત, પ્રાકૃત, શૌસેની, માગધી, પશાચી, ચૂલિકા પૈશાચી તથા
અપભ્રંશ એ સાતે ભાષાનું પૂર્ણ, સરલ અને સુંદર વ્યાકરણ એક હાથે હેમચંદ્રાચાર્યું બનાવ્યું. આમાં સાત અધ્યાયમાં સંસ્કૃત વ્યાકરણ છે. આઠમા અધ્યાયમાં પ્રાકૃત વિગેરે છ ભાષાઓનું વ્યાકરણ બનાવ્યું છે. ખાસ કરીને અપભ્રંશ ભાષાનું વ્યાકરણ અને તેની વૃત્તિમાં આપેલાં અપભ્રંશ ગદ્ય-પદ્ય સાહિત્યનાં ઉદાહરણે ગુજરાતી સાહિત્ય માટે બહુ જ ઉપયોગી-મહત્વનાં છે. આમાં ગુજરાતી ભાષાનું પૂર્વરૂપ સ્પષ્ટ નજરે પડે છે. પ્રકૃતિ, પ્રત્યય અને સાધ્યમાન-સિદ્ધ શબ્દો એવા હજારે છે કે જે અપભ્રંશમાંથી ગુજરાતીમાં જેમ ને તેમ આવ્યા છે. તેનાં ઉદાહરણ આપવાથી અહીં લેખની કાયા વધવાને ભય રહે છે તેથી મુલતવી રખાય છે. આ વ્યાકરણ અને પ્રાકૃત દયાશ્રયનાં પડ્યો તથા દેશી નામમાળા, ગુજરાતી ઉપરાન્ત હિન્દી મારવાડી, મરાઠી અને બંગાળી ભાષાના વિકાસક્રમ માટે પણ ઘણા ઉપયોગી છે. અત્યારે જે આ સાહિત્ય કમભાગ્યે ન હેત તે ભાષાવિજ્ઞાન માટે આપણે બહુ જ મુંઝાવું પડત. સંસ્કૃત વિગેરે સાતે
૧ જુઓ સિદ્ધહેમરાળ (ઘુત્ત)ની પ્રસ્તાવના. આ વ્યાકરણને આ લેખના લેબકે સંપાદિત કર્યું છે તથા તે ઉપર બાળપયોગી સૂકું ટિપ્પણ લખ્યું છે. સદરહુશ્રય શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી-અમદાવાદ તરફથી બહાર પડે છે.
૨ ડૉ. પિશ્ચલનું જમનમાં પ્રાકૃત વ્યાકરણ, લહેર યુનિવર્સીટીના પ્રિસીપલ Dr. A. G. Woolner ની પ્રાકૃતપ્રવેશિકા બેચરદાસનાં વ્યાકરણો તથા અપભ્રંશ પાઠાવળા (ગુ. વ. સોસાઈટીની) વિગેરે ગ્રંથ લગભગ હૈમવ્યાકરણ ઉપરથી જ બન્યા છે.
For Private and Personal Use Only