________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:
:
મેવાડ રાજ્યનાં પુસ્તકાલય
મ્યુઝિયમ
ભારત ભૂમિમાં મેવાડ પુણ્યદેશ છે. દરેક દેશ પોતાની વિશેપિતા ધરાવે છે. તેમ મેવાડ પણ અનેક વિશેષતાઓ રાખે છે. બારસો વર્ષોથી મેવાડમાં સીદિયા વંશના ક્ષત્રિયો અવિચ્છિન્ન રીતે શાસન ચલાવી રહ્યા છે. એક જ દેશ ઉપર એક જ વંશનું આટલાં વર્ષો સુધી રાજ્ય હોવાનું ઉદાહરણ, ભારતના ઈતિહાસમાં તે શું પણ બીજાં રાષ્ટ્રોમાં પણ જવલ્લે જ મળી શકશે. મેવાડમાં વીરતાને ગુણ સારી રીતે વિકાસ પામે છે. આ ગુણને કેળવવા માટે મેવાડવાસીઓએ પોતાનાં ધન, માલ, પુત્રી, સ્ત્રી અને હાલા પ્રાણને પણ તૃણવત્ ગણી ત્યાગવામાં પૂરેપૂરી ઉદારતા બતાવી છે. તેથી તે શું ક્ષત્રિય કે મરાઠા, શું મોગલ કે પઠાણ, દરેક લડાયક કેમની સામે લડી પોતાના દેશની કીતિને બચાવવા માટે લગભગ દોઢહજાર વર્ષ સુધી કટિબદ્ધ રહ્યો છે. રાણા પ્રતાપે આ કીર્તિની ઉજજવલતામાં ખાસ વધારો કર્યો. તેમના પિતાશ્રી ઉદયસિંહજીએ સત્તરમી સદીના પ્રથમ ચરણમાં મનહર ઝાડી અને પહાડેથી શભિત તથા સુરક્ષિત પ્રદેશમાં ઉદયપુર” નગર વસાવી ત્યાં મેવાડની રાજધાની બનાવી, તે પહેલાં
For Private and Personal Use Only