________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૮ મેવાડ રાજ્યનાં પુસ્તકાલયે। અને મ્યુઝીયમ
ચિત્તોડમાં અને ‘નાગહૃદ” વગેરે સ્થળે મેવાડની રાજધાની હતી; પણ તે સ્થાને કાલબળે શત્રુઓનાં આક્રમણોથી છિન્નભિન્ન થયાં, તેથી ‘ઉદયપુર’ વસાવવાની ફરજ પડી. અત્યારે મેવાડની રાજધાની ઉદ્દયપુરમાં છે. જો કે હવે મેવાડમાં વીરતાનાં પૂર એસરતાં જાય છે પણ પૂર્વકાળમાં વીરતાની આરાધનામાં જ વધુ સમય વીત્યા હોવાથી મેવાડ દેશ સાહિત્ય, કલા અને શિક્ષણના વિષયમાં પબ્લબની જેમ ઉલ્લેખનીય પ્રગતિ સાધી શકયા નથી.
આ દિશામાં રાજ્ય તરફથી અભિમાન લઇ શકાય તેવે પ્રયાસ લેવાયા નથી. બીજા રાત્મ્યમાં વીસમીસદીમાં જેટલી રાજ્ય તરફથી લાયબ્રેરી, સાહિત્યક સ ંસ્થાઓ છે, તેના પ્રમાણમાં આ રાજ્યમાં ઓછી જણાય છે. ગયા ચામાસામાં અમે ઉદયપુર હતા ત્યારે રાજ્ય તરફથી ચાલતી પબ્લીક અને પ્રાઇવેટ લાયબ્રેરીઓનાં મ્યુઝીયમ જોવાનો લાભ મને મળ્યા હતો, તે વિષે ટ્રકમાં અહીં પરિચય આપવા ચાહું છું.
- વિકટારિયા લાયબ્રેરી
આ લાયબ્રેરી સજ્જન નિવાસ માંગમાં આવી છે. ત્યાં વિકટોરિયા મહારાણીનું બાવલું છે. લાયબ્રેરીનુ મકાન સારા ઢ ંગનું છે. થોડાં ઘણાં છાપાંઓ આવે છે પણ જણાય છે કે પબ્લીકને માટે હોવા છતાં ઉદયપુરની પ્રજા તેને લાભ બહુ જ ઓછા લે છે.
૧ પદરમી સદીના છેલ્લા સમય સુધી આ નગર બહુ સમૃદ્ધ હતું. ત્યાં રાજધાની પણ રહી છે. કુંભારાણાનું તે પ્રિયનગર હતુ. કહેવાય છે કે ત્યાં ૩૫૦ મિશ હતા, અત્યારે તે શુન્ય ગામડાના રૂપમાં ‘નાગદા’ નામથી ઓળખાય છે. તે વિષેજીએ શ્રા આત્માનંદ જન્મશતાબ્દી અંકમાં તે વિશે લખાયેલા મારા લેખ.
For Private and Personal Use Only