________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર મેવાડ રાજ્યનાં પુસ્તકાલય અને મ્યુઝીયમ
આની સ્થાપના ઘણાં વર્ષો પહેલાં થઈ છે, એટલે આમાં સારો સંગ્રહ હોવો જોઈએ. અને ઉપગ બહુજ ઓછો થાય છે. આનું નવીન ઢબથી કેટલાંગ થાય એ જરૂરતું છે. આ બન્ને પુસ્તકાલય ખાનગી છે, એટલે પ્રજા તેને લાભ લઈ શકતી નથી. કેઈ ખાસ વિદ્વાન વ્યક્તિઓને જોવા માટે ખાસ મહારાણા શ્રીમાન ભૂપાલસિંહજીની આજ્ઞા લેવી પડે છે. શ્રીમાન મહારાણું સાહેબે આ બન્ને પુસ્તકાલયે જોવાની મને અનુમતિ આપી અને કીમાન કર્થીદાનજીએ આ પુસ્તકાલયો મને બતાવવામાં પોતાનો સમય આવ્યો તે તે બદલ બને મહાનુભાવોને હું ધન્યવાદ આપ્યા વગર રહી શકતું નથી.
સાંભળવા પ્રમાણે રાજમહેલમાં એક ત્રીજી પણ ખાનગી લાયબ્રેરી છે જેમાં સરકાર પાસે જે પુસ્તક ભેટ આવે છે તે રખાય છે.
વીર વિનોદ સજન વાણીવિલાસમાં એક મહાન ગ્રંથ મારા જેવામાં આવ્યો. તેનું નામ છે વીર વિનોદ”. તે મેટા કદના પાંચ ગ્રન્થમાં પૂર થયું છે. તે પાંચ ભાગનાં પૃષ્ઠ ૨,૬૩૦ છે.
આ ગ્રંથમાં રાજપૂતાનાની જ નહિં પરંતુ આખી દુનિયાની ભૂગોળ સંબંધી બહુ જ વિસ્તારથી પ્રમાણ પુરઃસર લખ્યું છે, ખાસ કરી રાજપૂતાનાના ઇતિહાસ પર બહુ જ વિસ્તારથી લખવામાં આવ્યું છે. મેવાડ રાજ્યનાં તમામ દફતરી સાધને ઉપરથી આ ગ્રંથ તૈયાર કર્યો હોવાથી પ્રાચીન પ્રશસ્તિઓ, શિલાલેખ, પટ્ટાઓ, સનંદો વહીઓ, તામ્રપત્રો અને રાજ્યની આજ્ઞાઓ આમાં આપ્યાં છે તેથી સદર ગ્રંથની સત્યતા–ઉપયોગિતા અને પૂર્ણતામાં સારો વધારો થયો છે. આનું નિર્માણ લગભગ વિક્રમ સંવત ૧૯૪૩ માં થયું છે. મેવાડ રાજ્યના ખર્ચથી આ ગ્રંથ સંપૂર્ણ પાંચ ભાગમાં રાજ્ય તરફથી જ
For Private and Personal Use Only