________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેવાડ રાજ્યનાં પુસ્તકાલયો અને મ્યુઝીયમ
ઉપર
છપાઈ ગયો છે. તેમાં સાંભળવા પ્રમાણે એક લાખનું ખર્ચ થયું છે. આ મહાન ગ્રંથના આધારે શ્રીમાન ગિરીશકર ઓઝાજીએ રાજપૂતાના ઈતિહાસ વગેરે અનેક પુસ્તક લખ્યાં છે. આ આ વાતની ખાતરી તેમના ગ્રંથમાં ઠેકાણે ઠેકાણે વીર વિનેદના ઉતારાઓ અને ઉલ્લેખેથી થાય છે. આટલે ઉપયોગી આકર ગ્રંથ હોવા છતાં કમનસીબે મેવાડ રાજ્યને તેમાં વહેમ પડવાથી અર્થાત રાજ્યને અહિત થવાની આશંકાથી તેને પ્રચાર સાવ બંધ રાખવામાં આવ્યા છે. અર્થાત છપાયા પછી તે પુસ્તક કોઈને ય અપાયું કે અપાતું નથી, તેથી તે મહાન ગ્રંથના લાભથી સાહિત્યસેવી વિદ્વાને વંચિત જ રહે છે ! અને તેથી રાજયના લાખ રૂપિયાનું નકામું પાણી થયું કહેવાય. આ ગ્રંથના રચયિતાની કેટલી બધી મહેનત અને આશા હશે? બધી અત્યારે તે કોઈ અંધારી કોટડીમાં સડી રહી છે. ગ્રંથકાર જીવતા હતા તે તેના આત્માને આ સ્થિતિ જોઈ કેટલું દુઃખ થાત ? આ મહાનું ગ્રંથના કર્તા છે શ્રીમાન કવિરાજ સાંવલદાસજી, તેઓ જાતે ચારણ હતા, પણ સંસ્કૃત, હિંદી વગેરેના સારા વિદ્યાન, શોધક અને કવિ હતા. તેઓ મેવાડ રાજ્યના ઇતિહાસ કાર્યાલયના અધ્યક્ષ હતા. આ કાર્યાલયના અનુ અને બીજા સેંકડે સાધનોથી તેમણે વીર વિદ' નામનું પુસ્તક બનાવી પિતાની કીતિને અમર બનાવી જગત્ ઉપર મહાન્ ઉપકાર કર્યો છે. તેઓ પોતાના સમયમાં એક પ્રતિષ્ઠિત વિદ્વાન્ અને કવિ ગણાતા. મેવાડ રાજપનું ભૂષણ હતા. તેઓ અત્યારે આ મત્યુ લેકમાં શરીરથી નથી પણ યશકાયથી અત્યારે છે અને ભવિષ્યમાં જીવિત રહેશે. હું વર્તમાન મહારાણા સાહેબને અનુરોધ કરું છું કે તેઓ આ મહાનું વિદ્વાનુના આકરગ્રંથને પ્રચાર કરી મહાન પુણ્યકતિને પ્રાપ્ત કરવાનો પ્રસંગ જવા ન દે. આવા ગ્રંથ જગતની વસ્તુ હોય છે.
For Private and Personal Use Only