________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેવાડ રાજ્યનાં પુસ્તકાલયા અને
મ્યુઝીયમ
૩૪૯
પુસ્તકનો સંગ્રહ લગભગ ૭,૦૦૦ના હશે. તેને લાભ લેનાર વ પણ જુજ છે. નવાં પુસ્તકાને સંઘરવા - તરકે રાજ્યના અધ્યક્ષની કાળજી ઓછી હશે. ત્યાં સિક્કાઓને સંગ્રહ ઉલ્લેખનીય છે. માના રૂપા, તાંબા અને લેઢા વગેરેના સિક્કાઓ છે તેમાં ઘણાખરા મધ્ય કાલથી જૂના નથી. લાયબ્રેરીની સાથે જ વિકટારિયા મ્યુઝીયમ છે. તેમાં મહારાણા કુંભા રાણાના સમયના નાના મેટા શિલાલેખો ઘણા છે. કેટલાક કુટિલ લિપિના લેખા તથા બ્રાહ્મીલિપિન શિલાલેખ પણ ઉલ્લેખનીય છે. હિન્દુ અને જતાની કેટલીક ખાંડત મૂર્તિ અને તેનાં અવયવો પણ છે. એક જૈનમૂર્તિનું પરિકર ભરાણાના સમયનું છે તે ‘નાગહૃદ’ નગરનું છે જેને અત્યારે નાગદા કહે છે. તેની નીચે આ પ્રમાણે લેખ કાતરેલ છેઃ
ओ नागहदपुरे राणाश्री कुंभकर्णराज्ये श्री आदिनाथ विवस्य परिकरः कारितः । प्रतिष्ठतः श्रीखरतरगच्छे श्रीमतिवर्धनसूरिभिः ॥ उत्कीर्णवान् सूत्रधार धरणाकेन श्रीः ।।
મ્યુઝીયમમાં બીજી પણ કેટલીક વસ્તુઓ છે, જેવી કે મારેલા સિ ંહ, વાઘ, મગર વગેરે જનાવરો; જુનાં વાસણો અને વસ્ત્ર વગેરે. પણ તેમાં ‘રીતનું રાતુ' છે. ખાસ મહુત્ત્વની વસ્તુ શાહજહાં ખુરમની ખાસ પાઘડી છે. તેણે ઉદયપુરના મહારાણા કરણસ હજીની પાસે આવી શરણ માગ્યું અને મહારાણાતે ચરણે પોતાની પાઘડી મૂકી હતી. આ નાવ ઇસ્વી સન ૧૬૨૧ માં બન્યા. એમ કહેવાય છે.
ઉપર્યુક્ત લાયબ્રેરી અને મ્યુઝીયમમાં અધ્યક્ષ શ્રીયુત અક્ષયકીર્તિજી છે. તે નવયુવક અને હિંદી ત્રજ ભાષાની કવિતામાં
For Private and Personal Use Only