________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ ડ મે ર
૨૮૯
કોટડી બાડમેરમાં છે. તે જાગીરદારોનાં નામ આ પ્રમાણે છેઃ હીરરસ હજી, સાહેબાજી, કૃષ્ણજી, પખાજી, ખીમજી, આ ગામના મેાટા જાગીરદાર શ્રીમાન્ હીરસે હજી છે. તેમને “ રાવત નું ટાઇટલ છે. તેમના ભાગ બે આની છે. જેની વાર્ષિક આવક પંદર હજાર રૂપીઆ થાય છે. બાકીના જાગીરદારોને તો પેઢી દર પેઢી સતાનના ભાગ વહેંચતાં કાને એક આના, અર્ધો આના કે પા આને માંડમાંડ ભાગમાં આવે છે; એટલે તેમને હિ તી આવક છે; છતાં તે આડમેરના જાગીરદાર કહેવાય છે. પાતાના ખર્ચ જેટલી પણ આવક નહિ મળવાથી સાંભળવા પ્રમાણે ઘણા ખરા જાગીરદારે પોતાની હવેલી છે!ડી ગામડામાં વસવા લાગ્યા છે. કેટલાક તે ટોર ચરાવે છે. આ બધા જાગીરદારાની હવેલી ( મકાને ) માડમેર ગામની લગેોલગ પહાડની ટેકરી ઉપર બનેલી છે, જે જે મોટા જાગીરદાર છે, તેની ઊઁચી જમીન ઉપર અને તેમનાથી ઉતરતાની ઢાલ ( ઉતાર ) માં-નીચલી ભૂમિ ઉપર હવેલી અનુક્રમે બનેલી છે. જેથી પોતાની હવેલી ઉપરથી ગામની તમામ હકીકત જોઇ શકાય, આ પહાડને અહીં ગઢ કહે છે. આ ગઢ ગામની પશ્ચિમ દિશામાં છે. કહેવાય છે કે પહેલાના સમયમાં જેસલમેર વિગેરે તરફથી લોકા યા ફાળે લુટવા બાડમેર આવતાં, તેમને દૂરથી આવત જોઇ માડમેરના જાગીરદારા ચેતી જતા અને તેમના સામને કરતા હતા યા ભાગી જતા. અમે એવુ પણ સાંભળ્યુ છે કે પહેલાના સમયમાં આ લાકા ( જાગીરદારા ) ગઢ ઉપર રહી દૂર-દૂરના વટેમાર્ગુઓને જોઇ તેમને લુટવા માટે શસ્ત્રસજ્જ થઇ જતા હતા અને તેમની મિલ્કત લૂંટી પોતાના ગઢ ઉપર આવતા.' આ વાતમાં કેટલી સત્યતા છે તે કહી શકાય નહિ, પણ પહેલાં આ રેગીસ્તાન પ્રદેશમાં લુટો બહુ થતી. લોકો ત્રાહી ત્રાહી પોકારતા. અત્યારે તે રાજ્ય અને સમયના પ્રભાવથી ચાર ડાકુ લુંટારાનો નામના પણ ભય રહ્યો
*
For Private and Personal Use Only