________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૦
અણહિલપુર-પાટણને ભૂતકાળ શિખ ફરીદની દરગાહ
જ્યાં પ્રસિદ્ધ સિદ્ધરાજે બંધાવેલ સહસ્ત્રલિંગ તળાવ હતું તે સ્થળથી કંઈક દૂર સરસ્વતીના કિનારા ઉપર આ સ્થાન છે. મૂળ સ્થાન જૈન કે હિન્દુ મંદિર હોવું જોઈએ. પાછળથી ખફરીદની દરગાહ બનાવવામાં આવી હશે. જસમા ઓડણનું મંદિર - શેખફરીદના રેઝાથી રાણકીવાવ જતાં વચમાં રેલવે પાટાની જમણી બાજુ જસમા ઓડણનું મંદિર છે. મંદિર ઉપર ઈંટનું શિખર છે. પચાસ સાઠ વર્ષ કરતાં જુનું નથી જણાતું, તેમાં પાષાણની એક જસમાની મૂર્તિ છે. મૂર્તિ પણ અર્વાચીન છે. એક બ્રાહ્મણ પૂજારી ત્યાં રહે છે. જસમાની ચમત્કારી વાત કહી પ્રેકફને ભ્રમમાં નાખે છે. જસમા નામનું પાત્ર સિદ્ધરાજના વખતમાં વસ્તુતઃ હતું કે કેમ ? એમાંજ મને તે શક છે. આ મંદિરની પાસેજ સહસ્ત્રલિંગ તળાવનું સ્થાન મનાય છે, જે અત્યારે તે એક ખેતરના રૂપમાં શુદ્ધ સ્થળ માત્ર છે. કાલકાનાં મંદિર
અહીં કાલકાનાં મંદિર બે છે, બન્ને પાસે પાસે છે. નવાનું મહત્વ નથી જૂનું મંદિર અને તેનું સ્થાન ઐતિહાસિક હેવાનું મનાય છે. તેમાં એક જૂની કાલકાની મૂર્તિ છે, બીજી એક નવી પણ મોટી છે. પૂજાશણગાર રેજ થાય છે. દર્શન કરનારની જમણી બાજુ બે જૂના પથરાના થાંભલા છે, તેમાંથી એકમાં વિ. સં. ૧૨૮૪માં પાટણના રહેવાસી પેથડ નામના પોરવાડ (શ્રાવક)નું નામ છે, બીજામાં પાટણના રહેવાસી ચંડપ્રસાદના પુત્ર સેમ નામના એક પિરવાડ (જૈન) નું નામ છે. આ બન્ને થાંભલા કાઈ જૈન મંદિરમાંથી અહીં લાવવામાં આવ્યા
For Private and Personal Use Only