________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન સાધુઓના વિહારની મહત્તા ૩૩પ આ શિલાલેખ વિ. ૧૩૫ માગશર શુદિ ૧૪ શનિવારને છે. તેમાં સેલંકી રાજાનું નામ છે. તે સમયે ગુજરાત ઉપર સોલંકીએને સાર્વભૌમ અમલ રહ્યો હતો. વાઘેલાઓને પણ તે છેલ્લે સમય હતો. એટલે આ સેલંકી રાજા કોઈ નાનો ઠાકર કે ખંડીરાજા હશે. લુણાવાડા કે વાડાસિનોરમાં તેનું રાજ્ય હશે. અત્યારે લુણાવાડા તથા દેરાલીન ઠાકર પણ સોલંકી છે પડવંજમાં કુંડવાવ તથા કીર્તિસ્તંભ
કપડવણજ એક ઐતિહાસિક જૂનું ગામ છે. સંસ્કૃતમાં તે કર્પટવાણિજ્યના નામથી પ્રસિદ્ધ છે. પહેલાં આ ગામમાં વાણિજ્ય ઉદ્યોગ સારા પ્રમાણમાં હતાં. અહીં સિદ્ધરાજ સેલંકીએ બંધાવેલ કુંડવાવ બહુ જ મોટી અને શિલ્પવાળી છે. એક કીર્તિસ્તંભ છે તેમાં નકસીનું કામ ઘણું સારું છે. સિદ્ધરાજને ઈમારતને–શિલ્પનો બહુ શેખ હતું. તેણે કરોડો રૂપીયા આ સ્થાવર કામમાં ખર્ચી પિતાની કીર્તિને સ્થાયી બનાવી છે. આ ગામમાં કેટલાક શિલાલે લેવા જેવા ઉપયોગી છે, પણ સમય ન મળવાથી ઉતારી શકાયા નથી. અહીં બહેરા કેમ સમૃદ્ધ છે.
કપડવણજમાં જૈનમંદિરે બહુ જૂનાં છે. તેમાં રહેલી મૂર્તિઓ રમણીય તથા ઈતિહાસની દૃષ્ટિએ મહત્ત્વની છે. તેના શિલાલેખોથી કેટલીક હકીકત જાણવામાં સારી મદદ મળી શકે. પહેલાં જે સ્થળે કપડવણજ હતું તે સ્થળે અત્યારે નથી. જૂનું સ્થાન ઘણુંખરૂં શૂન્ય છે. પાટણમાં જુની કાલકા મંદિરના લેખે
પાટણ એક ઈતિહાસિક નગર છે. તેમાં ગુજરાતની સંસ્કૃતિ ઘડાઈ છે. ઈતિહાસ સજાવે છે. કળાઓનો ઉદ્ભવ થયે છે. તથા
For Private and Personal Use Only