________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
: ૪૭ :
જૈન સાધુઓના વિહારની મહત્તા
ત્
વિહારમાં મળેલા શિલાલેખે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન સાધુને પૈલ ચાલવાના (પગે વિહાર કરવાને) આચાર ઘણા મહત્ત્વનો છે. આમાં જેમ તેમના સંયમની રક્ષા છે, સ્વાસ્થ્યને લાભ છે, તેમ સમાજ અને રાષ્ટ્ર, ધર્મ અને સાહિત્ય વિષયક અભ્યાસ કરવાની પણ ઉમદા તક તેમને મળે છે. સદર આચારથી તેઓ પગવડે હજારો માઇલોની મુસાફરી કરી સ્વ અને પરનું હિત સાધી શકે છે, જે સાધુ વિચારસોંપન્ન હોય, ઉદાર અને જ્ઞાનવી હોય તે પોતાના અનુભવોથી મેટામોટા ગ્રંથા—તિહાસોની ભેટ સમાજ તથા રાષ્ટ્રને ચરણે ચઢાવી શકે છે.
નવું નવું જાણવાનો અને નાંધવાનો મને શોખ છે, તેથી મુસાકુરી (વિહાર) દરમિયાન જે કાંઇ નવુ જણાય છે, તેને તેાંધી લઉં છુ અને પ્રસંગ-સમય મળે તો તે વિષે વિસ્તાર કે સ ંક્ષેપથી યત્કિંચિત્ લખવા પ્રયાસ કરૂ છું. કેટલાક પ્રવાસવર્ણનો શાર્તા વિગેરે પત્રામાં લખવાના પ્રસંગ મને મળ્યા છે.
૧ ત ભાવનગર
પ ૩૨ ઃ ૧
For Private and Personal Use Only