________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અણહિલ્લપુર-પાટણને ભૂતકાળ
૩૩૧ હેય અથવા આ સ્થાન પહેલાં જૈન મંદિરરૂપે જ હોય એમ કલ્પના થાય છે. મંદિરની સામે ભીંતમાં પણ કેટલાંક જૈન શિલ્પનાં ચિન્હ નજરે પડે છે. આ મંદિરની બહાર ભાગ બીજે સ્થળેથી લાવેલા થાંભલા તથા પથરાઓથી બને છે, જેને બહુ વર્ષો થયાં નથી. પાછળના ભાગમાં જૂને કિલ્લે છે, જેનો પરિચય હું આ લેખમાં પહેલાં આપી ચૂક્યો છું, હેમચંદ્રાચાર્યને ઉપાશ્રય
કહેવાય છે કે આ સ્થળે શ્રી હેમચંદ્રાચાર્ય ઉપાશ્રયમાં ઉતરતા હતા. જે આ વાત સાચી હોય તો આ સ્થાન બહુજ મહત્વનું કહેવાય. ગામને વચેલે ભાગ આ પહેલાં જોઈએ. શ્રી હેમાચાર્ય પાસે સિદ્ધરાજ, કુમારપાલ, ઉદયન, શ્રીપાલ વિગેરે જ્યોતિર્ધરે તેમનાં દર્શન કરવા આવતા હતા. અત્યારે તે આ સ્થાન અનેક કબરે અને વિધર્મી સંસ્કૃતિથી કલંકિત બની ગયું છે. શિલ્પમાં જૈનત્વની શંકા જરૂર પડે છે.
આ સ્થાન સિવાય નીચે લખેલાં પ્રાચીન સ્થાને પણ જોવાલાયક છે – (૧) આદિના મજીદની જગા, (૨) સૈયદ મહમ્મદબહમનને રેઝ, (૩) ખાનસરેવર (બહુ મોટું અને સુંદર છે.)(૪) શ્રી દામાજીરાવનું મરણ સ્થળ, (૫) બહાદુરસિંગજીની વાવ, (૬) ગણપતિનું મંદિર (ગણપતિની પોળમાં છે. આમાં ગણપતિની મૂર્તિ પ્રાચીન છે.) જેન મંદિરે
પાટણ સાથે જૈન સંબંધ તેની સ્થાપનાકાળથી ઘણે ઘનિષ્ટ ' રહે છે. પાટણમાં ઘણા ખરા રાજ્યનીતિ તથા વ્યાપારના કામમાં જૈન મધ્યકાળમાં આગળ પડતા હતા, હજુય છે. તેથી અહીં જેનેએ મેટાં મોટાં મંદિર બંધાવ્યાં છે. આ મંદિરની સવાસે જેટલી સંખ્યા છે તેમાં પણ વધુ મહત્વનાં આ છે–
For Private and Personal Use Only