________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અણહિલપુર-પાટણને ભૂતકાળ
૩૨૭ નવે કિલો ઘણે ભાગે જના પાટણના અવશેષથી બનાવવામાં આવ્યું છે. જ્યાં જુઓ ત્યાં ઓ મોટા કિલ્લામાં જૈન–વૈદિક મૂર્તિઓ, મંદિરના દરવાજાઓ, ઘરના હજારે ખંડિત કે અખંડિત પત્થર જોડેલા નજરે પડે છે. એક ઠેકાણે એક સરખા પત્થર નથી મળતા. કઈ ઠેકાણે લાલ પત્થર છે તે કઈ ઠેકાણે સફેદ, કોઈ સ્થળે સુંવાળા છે તો કોઈ સ્થળે ખરબચડે, કોઈ ઠેકાણે જેનમૂર્તિ અખંડિત છે તે કોઈ ઠેકાણે ખંડિત છે; કેક સ્થળે જૈનમૂર્તિની આસપાસ તથા નીચે પથરા છે તે કોઈ સ્થાને મંદિરના અવશે, કઈ સ્થળે વિખણની મૂર્તિ છે, તે કઈ સ્થળે બ્રહ્મા કે શિવની. આ પ્રમાણે બધી વસ્તુઓ અવ્યવસ્થિત રીતે જ્યાં ત્યાં કલારહિત કે ડહાપણ વગર ગોઠવી છે એથી હું એ કલ્પના કરું છું કે આ કિલ્લે કોઈ મુસલમાની સત્તા કાળમાં બને છે. જૂના પાટણનાં હજારો કળાપૂર્ણ ધર્મ અને વિલાસનાં સ્થાને તેડીને બનાવ્યું છે. આ વસ્તુ હિન્દુ સભ્ય સત્તામાં બનવી અશક્ય છે. કેટલાક લેકે દામાજીરાવે આ કિલે બંધાવ્યું માને અને મનાવે છે, તે ભૂલભરેલું છે. નવા કિલ્લાને વિશેષ પરિચય, I અત્યારે જે કિલ્લે (કેટ) પાટણ શહેરને ફરતે છે, તે કિલ્લાને બાર દરવાજા છે, જેમાંથી કેટલાક જીર્ણ થયા છે. ઘણાખરા સારી સ્થિતિમાં છે. ખાન સરોવર, છીંડીયા વિગેરેના દરવાજાઓમાં શિલ્પનું સારું કામ છે. કેટલાક દરવાજાને પથરાઓમાં લેખો પણ કારેલા મળે છે. કોઈ સ્થળે હિન્દુ અને જૈન શિલ્પનાં ચિહ્નો, તે કઈ સ્થળે મુસલમાન સંસ્કૃતિને આભાસ થાય છે. કિલ્લાને ઘેરાવો લગભગ સાડાત્રણ માઈલ જેટલું છે. ચારે બાજુ આ કિલે ગેલ નથી, પરંતુ વાં કે ચુકે છે. આ કિલ્લે ઉંચાઈમાં વીસથી ત્રીસ તથા પહોળાઈમાં લગભગ દસ બાર ફુટ છે. કિલ્લાની મજબૂતી હજૂયે સારી છે.
For Private and Personal Use Only