________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બા ૩ મે ૨
હંમેશા રહે છે જેનો ખર્ચ જાગીરદારો પાસેથી લેવાય છે. અમે ગયા તે વખતે બધાય ઓફીસરે પૂજ્ય મહારાજ પાસે આવ્યા હતા, તે વખતે બાડમેરમાં હાકેમ સાહેબ વગેરે લગભગ આઠ નવ ઓફીસર બધાય એસવાલ જૈને હતા-છે. જોધપુર, ઉદયપુર, જયપુર અને સીરેહી વિગેરે રાજપૂતાના સ્ટેટનાં નાના મોટા દરેક ખાતામાં જૈનેની જ સંખ્યા વધુ રહેતી હતી. જો કે છેલ્લા સૈકામાં તે સંખ્યામાં ઘણે ઘટાડે થયો છે, છતાં હજુ ય ઉદપુર અને જોધપુર
સ્ટેટમાં જૈને રાજકાર્યમાં આગળ પડતે સારે ભાગ લઈ રહ્યા છે. બાડમેરના હાકેમ સાહેબ શ્રીયુત મગરૂપચંદજી ભંડારી એટલા બધા સહદય, કાર્યકુશલ, શાંત અને પ્રામાણિક છે કે જેમને માટે આખાય સ્ટેટમાં તમામને માન-ગીરવ છે. તેમને લાંચ ખાવાની બાધા છે. સત્તાને મદ અંગથી પણ તેમનામાં દેખાતું નથી. કહેવાય છે કે તેમના જેવા ગુગલ હાકેમ આખા મારવાડ રાજ્યમાં ફક્ત એક જ છે. આ લેખની પંક્તિઓ લખતી વખતે અમને ખબર મલે છે કે તેઓ હવે છ હાકેમના ઉપરી સુપ્રિન્ટેન્ડેન્ટ થયા છે. આ તરક્કી તેમની પ્રામાણિક્તા અને કાર્યકુશળતાને આભારી છે.
બાડમેરમાં ઓફીસરો લગભગ બધા ય શિક્ષિત, રાજાપ્રજાહિતૈષી અને ઉત્સાહી છે. પૂજ્ય મહારાજજીનાં. અને મારા પાંચ ભાષણમાં બાડમેરના તમામ એકીસર અને પ્રજાજનેએ બહુ જ ઉલટથી ભાગ લીધે હતે.
સ્થાને બાડમેરમાં જૈન મંદિરે પાંચ છે. તે સત્તરમી સદી પહેલાંના હોય તેમ તેના શિલાક્ષરથી લાગે છે. તેમાં અંચલગચ્છનું મંદિર બહુજ ઊંચુ-પહાડની ટેકરી ઉપર ગામમાં છે. તેના ઉપરથી આખાય ગામને
For Private and Personal Use Only