________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૬ અણહિલપુર-પાટણને ભૂતકાળ
ચાવડા વંશના રાજાઓની રાજધાની ઘણાં વર્ષો પહેલાં ભિન્નમાલ (શ્રીમાલી મારવાડમાં હતી. વનરાજ ચાવડાએ પાટણની સ્થાપના વિક્રમ સંવત ૮૦૨માં કરી. આ સ્થાપનામાં જૈનાચાર્ય શીલગુણસૂરિએ હાજર રહી મંત્રપૂર્વક બધી ક્રિયાઓ કરાવી, એમ ઈતિહાસ કહે છે. વનરાજને જંગલમાં આપત્તિકાળે બચાવનાર આ જૈનાચાર્ય હતા, તેથી વનરાજની માતા તથા વનરાજની ભક્તિ શીલગુસૂરિ ઉપર અવિચલ હતી. પંચાસરથી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ લાવી વનરાજે પાટણમાં
સ્થાપના કરી. પ્રારંભમાં આ ગામનું નામ અણહિલપુર પાટણ રાખ્યું.
વનરાજ પછી ચાવડા વંશના તથા મૂળરાજથી ભેળા ભીમ સુધીના અનેક રાજાઓએ આ નગરને જગતમાં વિખ્યાત બનાવ્યું. આ કામમાં જૈન સાધુ તથા શ્રાવકને મેટો હિસ્સો રહી છે. પ્રથમ ભીમના વખતથી વિમળશાહ, મુંજાલ, ઉદયન, વાલ્મટ, આમ્રભટ, વિગેરે ભડવીરે, મંત્રીઓ અને મહામંત્રીઓ જૈન હતા. શ્રી શીલગુણ સૂરિ, જિનદત્તસૂરિ, જિનેશ્વરસૂરિ, કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય, રામચંદ્રસૂરિ. વાદિદેવસૂરિ, વિગેરે સેંકડે જૈન વિદ્વાન્ આચાર્યોએ પાટણની સાચી મહત્તા ચિરકાલ સુધી ટકાવવા માટે અનેક પ્રયાસે સેવ્યા છે. આઠમી સદીથી લઈ તેરમી સદી સુધી પાટણના જૈનેની જાહેજલાલી વધતી ગઈ હતી. સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાલ રાજા સુધી તે સોલે કલામાં પ્રકાશમાન થઈ હતી. ગુજરાતના કમનસીબે તેરમી સદી પછી મુસલમાનોનાં આક્રમણ પાટણ ઉપર થયાં, વર્ગભૂમિ જેવી પાટણની શેભાને તેમણે છિન્નભિન્ન કરી નાંખી. કરેના ખર્ચે બનેલાં જૈન અને વૈદિક સ્થાને નષ્ટભ્રષ્ટ કર્યા. શું શિલ્પલા કે શું બીજી સમૃદ્ધિ, શું ગ્રંથરત્ન કે શું ધનમાલ, દરેક વસ્તુને
For Private and Personal Use Only