________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અણહિલપુર-પાટણને ભૂતકાળ ૩૧૭ ક્ષીણ-વિપરીત સ્વરૂપમાં મૂકવામાં મુસલમાનોએ ખરેખર ક્રુરતા કરી છે, એમ ઈતિહાસકારોને સત્ય અભિપ્રાય છે. હિન્દુઓનાં અને જેનાં સ્થાનમાં મુસલમાનોએ પિતાની મસજીદ કે કબરનાં ચિહ્ન કરી પિતાનાં બનાવી લીધાં. તે પછી મરાઠાઓને કાળ આવ્યા. તેઓ હિન્દુ હતા. એટલે હિંદુ કળાને ક્ષતિ તે તેમણે પહોંચાડી નથી, પરંતુ તે કળાની વૃદ્ધિ અને રક્ષા પણ કરી છે તેમ જણાતું નથી. અત્યારે જે નવા પાટણને કિલ્લે છે, તે દામાજીરાવના સમયને કહેવાય છે, પરંતુ તેમાં બધાને એકમત નથી. મરાઠાઓની સત્તા સાર્વભૌમ થઈ ન હતી, તેમ લાંબાકાળ સુધી ટકી ન હતી, એટલે તેઓ હિન્દુ શિલ્પ કે લા ઉપર ખાસ ઉપકાર કરી શક્યા ન હોય એમ મારું માનવું છે. આમ એકંદર નવમી શતાબ્દીના પ્રારંભથી તેરમીના છેડા સુધી પાટણ જીવતું જાગતું અને ગેરવવાળું રહ્યું. તે પછી કાળ પાટણ માટે બહુ ગરવાળે તે ન જ કહેવાય. પાટણની વીરતા
વનરાજ ચાવડાએ જે ભૂમિમાં પાટણ વસાવ્યું હતું, તે ખરેખર વીર ભૂમિ હતી. આ ભૂમિમાં ઉત્પન્ન થયેલાં કે વસેલાં સ્ત્રી પુરૂષોએ ભૂતકાળમાં વીરતાનાં અનેક કાર્યો કર્યા છે, જેની કેટલીક કથાઓ હજીય ગુજરાતીઓમાં જેશ ને અભિમાન ઉત્પન્ન કરી રહી છે. આ ભૂમિમાં વનરાજથી લઈ ભૂવડ સુધીના ચાવડા રાજાઓ તથા મૂલરાજ,
૧ મૂલરાજથી લઈ સિદ્ધરાજ જયસિંહ પર્યત સેલંકી રાજાઓને સંપૂર્ણ–વ્યવસ્થિત ઇતિહાસ હેમચન્દ્રાચાર્યે સંસ્કૃત વયાશ્રય કાવ્યમાં આલેખે છે. કુમારપાલ વિષે વધુ ઈતિહાસ માટે જુઓ મહારો લખેલ મહાપાષા કુમારપાઠ દ્રા નામનો નિબંધ, જે શ્રી ઓઝા અભિનંદન ગ્રંથમાં છપાએલો છે.
For Private and Personal Use Only