________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ર૪.
અણહિલપુર-પાટણને ભૂતકાળ જૂના પાટણનું સ્થાન તથા સ્થાપના | વિક્રમ સંવત ૮૦૨ વૈશાખ સુદિ ૨ પાટણની વનરાજ ચાવડાએ જે સ્થળે સ્થાપના કરી હતી તે સ્થળ અત્યારના પાટણ કરતાં જુદું છે. અનુમાનથી અત્યારના નવા પાટણની દક્ષિણ પશ્ચિમ દિશા તરફ જૂનું પાટણ કહી શકાય. પ્રબંધચિંતામણિના વનરાજ પ્રબંધમાં લખ્યું છે કે નવું નગર સ્થાપવા માટે વનરાજે શૂરવીરતાના ગુણવાળી
ભૂમિની શોધમાં શુરવીર પુરૂષે મોકલ્યા હતા, તે સૂર પુરૂષો પીપલુલા તલાવની પાળ ઉપર ફરતા ફરતા આવ્યા, ત્યાં સુતેલા “ભીરૂચાડસા ખડ” ના ભરવાડ અણહિલ્લ નામના પુત્રે તે શરીરને અહીં આવવાનું પ્રયોજન પૂછયું. તેણે કહ્યું કે નગર વસાવવા માટે અમે વીર ભૂમિની
ધ કરીએ છીએ. ત્યારે પેલા ભરવાડે કહ્યું કે હું એ ભૂમિ બતાવું પણ તે ભૂમિમાં જે નગર સ્થાપિ, તે મારા નામથી સ્થાપે એટલી મારી શરત છે. તે વાત કબૂલ કર્યા પછી પેલા ગોવાળીઆએ એક સસલાને કૂતરા પાછળ દોડાવ્યું. સસલું વીરતાથી કૂતરા પાછળ પડયું. કૂતરૂ આગળ અને સસલું પાછળ એમ જ્યાં સુધી ચાલ્યું ત્યાં સુધી વીર ભૂમિને નિર્ણય કર્યો. વનરાજે ત્યાં જ પાટણની સ્થાપના કરી અને પેલા ભરવાડના નામથી તેનું નામ અઢિપુરપાટ અથવા અહિહ રાખ્યું. ભરવાડની (ગેવાળ) ની જાત વીર અને પવિત્ર-સરલ હેય છે.
કાળની ગતિ કુટિલ છે, જગતના પ્રદાર્થો હમેશાં એક સરખી સ્થિતિમાં નથી રહેતા. તેના આકાર, પ્રકાર અને સ્થાન સુદ્ધાંનું પરિવર્તન થાય છે; એમ આપણે અનુભવીએ છીએ. વનરાજે જે સ્થાને પાટણ સ્થાપ્યું હતું, તે પાટણ ઘણું મોટું હતું; કિલે પણ હતા. કુમારપાલના વખતમાં કે સિદ્ધરાજ જયસિંહના વખતમાં પાટણને વિસ્તાર બાર ગાઉ જેટલે હ; એમ કુમારપાલચારિત્રથી જણાય છે.
For Private and Personal Use Only