________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અણહિલપુર-પાટણને ભૂતકાળ દ્વયાશ્રય, પ્રભાવકચરિત્ર, પ્રબંધચિંતામણિ, કુમારપાલચરિત્ર તથા કર્ણસુંદરી નાટિકાથી જણાય કે તે સમયે સંગીતકલા તથા ચિત્રકલા, વસ્ત્ર વણવાની કળા કે ભરવાની કળા, યુદ્ધ કળા કે નૃત્યકળા, તમામ કળાઓ પાટણમાં વિકસિત થઈ હતી. તેની અસર બીજા દેશે અને બીજી કામો ઉપર સારી થઈ હતી. ગુજરાતની સંસ્કૃતિ ઘડવામાં પાટણને મેટ ફાળો રહ્યો છે. ધર્મમાં કે વ્યવહારમાં, ખાનમાં કે પાનમાં, વ્યાપારમાં કે કળામાં પાટણની અસર હજુ જણાય છે, એ પાટણ માટે ઓછા ગેરવની વાત નથી.
પાટણની કળા અને સંસ્કૃતિ શીખવા માટે બીજા દેશના કળાપ્રેમીઓ, રાજવીઓ, વિદ્વાનો અને વ્યાપારીઓ પાટણમાં આવી વસતા હતા. પાટણનાં પટેળા જગત પ્રસિદ્ધ હતાં, મશરૂ અને બીજી કીંમતી વસ્ત્ર દૂર દૂરના દેશમાં જતાં હતાં. રેશમી અને સુતરાઉ વસ્ત્રોમાં મૂકતી જુદી જુદી ભાતોથી ભલભલા કલાકારો મુગ્ધ બનતા. વિદેશીઓ પિતાના દેશમાં જઈ એનું અનુકરણ કરતા. અંગ્રેજી સલ્તનત પછી દિવસે દિવસે આપણી મૈલિક કલાઓ નષ્ટ થઈ છે, અને હજીય અનેક યત્નથી નષ્ટ કરાય છે. એનું જ કારણ છે કે પહેલાં ભારતથી કરડે રૂપૌંઆને માલ વિદેશમાં જતો, ત્યાંની લમી ભારતમાં આવતી;
જ્યારે આજે સેયથી લઈને મોટામાં મોટી વસ્તુ સુધી પરદેશથી આવે છે. અબજો રૂપિયાને માલ પરદેશથી આવે છે અને ભારતની લક્ષ્મી લુટાતી જાય છે. આવી અવસ્થામાં ભારત ગરીબ ને બને તે થાય શું ? અને ગરીબાઈથી મનુષ્ય અનેક જાતનાં પાપ, ઉપાધિ અને આપત્તિઓનો ભંગ થાય એ પણ સ્વાભાવિક છે.
છતાં ડું ખુશી થવા જેવું છે કે પાટણમાં કેટલીક કળાએ અને ઉદ્યોગે અંશથી પણ ટકી રહ્યાં છે. જેમકે પટોળાં બનાવવાની
For Private and Personal Use Only