________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મંત્રી દયાલશાહના કિલાને લેખ ૩૧ સૂરિના પધર શ્રીવિનયસાગરસૂરિ અને ડેરગચ્છના ભટ્ટારિક શ્રીદેવસુંદરજીએ શ્રી આદિનાથના બિબની પ્રતિષ્ઠા કરી. શુભ–કલ્યાણ થાઓ.
થાલશાહ, મેવાડના રાજા બીરાજસિંહજીના મંત્રી હતા. તેઓ બહાદુર અને સ્વામીભક્ત હતા. રાજસિંહજીએ રાજનગર ગામ વસાવી ત્યાં એક મોટું તલાવ અને તેની પાળ બંધાવી હતી. તેની પાસે દયાલ શાહે આ મંદિર બંધાવ્યું,
દયાલ શાહ એ કુલ ચાર ભાઈ હતા. તેમાંથી ત્રણ ભાઈઓને બે પત્ની હતી. દરેક સ્ત્રીઓના નામ પાછળ દે શબ્દ જોડવામાં આવ્યો છે. તે દેવીનું ટુંકુંરૂપ લાગે છે. જેમ સૂર્યદેવી, પાટદેવી.
પ્રતિષ્ઠા કરાવનાર વિજ્યગચ્છ અને ડેરગચ્છના પૂજ્ય—પતિ હતા.
પ્રતિષ્ઠા સમયે દયાલશાહનું મોટું કુટુંબ મૌજૂદ હતું. અને આ મંદિરમાં ચારે બાજુ શ્રીષભદેવની મૂર્તિ હતી. એમ લાગે છે. શ્રીકેસરીયાજીના લીધે, મેવાડના વેતાંબર જૈનેની, શ્રીષભદેવ તરફ વિશેષ ભકિતપ્રીતિ છે, તેથી સેંકડે ઠેકાણે મેવાડમાં શ્રી ઋષભદેવનાં મંદિર બનેલાં છે. કહેવાય છે કે બનેડા ગામમાં પણ
૧ આ ગચ્છની ઉત્પત્તિ સાંડેરાવ મારવાડ) માં થઈ મનાય છે.
૨ કહેવાય છે કે જે વખતે જૈન દીવાન વિગેરેને મેવાડ ઉપર સારે પ્રભાવ હતો અને મહારાણાઓની જૈનધર્મ પ્રતિ સારી ભક્તિ હતી તે વખતે મેવાડમાં કોઈ પણ નવું ગામ વસે તેની સાથે ઋષભદેવનું મંદિર પણ બાંધવું એવી રાજ્યની આજ્ઞા હતી.
For Private and Personal Use Only