________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બા ડ મે ૨ સીન સાફ દેખાય છે. જોષી, અગરવાલના મંદિર પણ છે. તે સિવાય બાબા ધુંધલીમલનું મંદિર, જાની બોલિંગ વિગેરે સ્થાને જોવા લાયક છે. યતિ શ્રી નેમિચંદ્રજીની લાયબ્રેરી કે જેમાં હસ્તલિખિત અને છાપેલ એક હજાર લગભગ પુસ્તકે છે, તે પણ સારી છે. માલાની પરગણામાં જૈનનું તીર્થ “નાકોડા” (નગર) છે અને વૈષ્ણવોનું ખેડ પ્રસિદ્ધ તીર્થ છે.
પરગણુનાં ભાષાવેષ-રિવાજ
બાડમેરની ભાષા, બાલેરા સુધીની મારવાડી કરતાં પણ જુદી પડે છે. તે ભાષામાં હકાર ઘણે ભાગે આવે છે, જેથી ભાષામાં ભયંકર દઢતા આવે છે. જેમ “જાય છે' ના બદલે ‘જાહે,' “જુવે છે ના બદલે *જુવે છે બેલે છે. અહીંની ભાષામાં સીધી, મારવાડી અને ગુજરાતી ભાષાની અસર છે. ત્રણે ભાષાની ખીચડી થઈ છે. એનું કારણ એ છે કે માવાડ રાજ્યનું તે છેલ્લું શહેર છે. સિંધના કિનારા ઉપર આવ્યું છે અને થરપારકર લાને ઘાટ પ્રદેશ પણ બાડમેરની પાસે છે.
થરપારકર જીલ્લામાં ગુજરાતની સમીપસ્તાથી ગુજરાતી ભાષા–વેષરિવાજની ઘણીખરી અસર છે. ન્યુ છે૨ Chore ગામ કે જે સિંધનું ગામ છે, ત્યાં સુધી ગુજરાતી ભાષા સરકારી સ્કુલમાં ભણાવાય છે, ત્યાં કન્યા અને છોકરાઓ પાંચમી ગુજરાતી સુધી ભણે છે, અને ચિપડા વિગેરેમાં ગુજરાતી મિશ્રિત લખે છે. હું બાડમેરમાં બોલાતી ભાષાના કેટલાક શબ્દો અહીં લખું છું, જેથી માલુમ પડશે કે તેમાં કઈ કઈ ભાષાની અસર છે.
For Private and Personal Use Only