________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આ હે ડ મે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૮
પ્રાચીન ખાહડમેરની હાલત :
અત્યારનું બાડમેર કે જ્યાં જોધપુર સ્ટેટના હાકેમ રહે છે, તેનાથી બાર-ચાદ માઇલ દૂર નૈઋત્ય ખુણામાં એ પ્રાચીન ગામ વસેલુ હતુ. સિધ હૈદ્રાબાદ રેલ્વેના જસાઇ ( Jasai ) રટેશનથી લગભગ ચાર્ માઇલની દૂરી પર આ ગામ વસેલું હતું. સોલકીઓની આબાદીના કાળમાં આ નગર ઉન્નત દશામાં હતું, અને વીરતા, ધનિકતા અને દયા માટે દૂરદૂર સુધી પ્રખ્યાત થયું હતું. ત્યાં અનેક જૈન અને વૈદિક મિશ હતાં. પાઠશાળાઓ અને બીજી પરોપકારી સંસ્થાએ ખારમેરની કીર્તિમાં વધારા કરતી હતી. અનેક જૈનાચાર્યો અને શ્રીમન્ત શ્રાવકાથી એના ઇતિહાસ ઉજ્જવળ બનેલા છે. પણ કાળાંતરે એની પડતી થઈ અને અત્યારે તેને લોકો “જૂના” નામથી ઓળખે છે. નકશામાં પણ એના ‘જાના’” તરીકે ઉલ્લેખ થાય છે.
પ્રાચીન કાળની પોતાની અનેક ભવ્યતાને પેાતાના પેટાળમાં સમાવી દઇને ધ્વસ્ત દશામાં પડેલા આ નગરને જોવાની અમારી અભિલાષા થઇ. એટલે તિહાસના વિષયમાં રસ લેતા વિર્ય પૂજ્ય જય'તવિજયજી મહારાજ તથા શ્રીમાન વિશાળવિજયજી મહારાજની સાથે હું તા.૬-૩-૩૭ ના દિવસે ‘જસાઇ” થી “જૂના’' ગયો. કુદરત માતાએ ઘડેલી પહાડની ઉંચી ઉંચી દીવાલા આ નગરના કિલ્લાનું કામ કરે છે. પ્રવેશ કરતાં પ્રારંભમાં જ્યાં ઉંચાઇ આવે છે ત્યાં પત્થરને કાટ અનેલા છે. કહેવાય છે કે આ કાટના ચારે બાજુન ઘેરાવેા દશ માઇલો છે. ગમે તેવા બળવાન શત્રુ પણ સહેલાઇથી પ્રવેશ ન કરી શકે એવી સુરક્ષિત જગ્યાએ આ નગર વસેલુ હતુ. પ્રાચીન પુરાવાઓ, લોકાકિત અને શિલાલેખો ઉપરથી જણાય છે કે છેક મધ્યકાળ (સત્તરમી સદી) સુધી આ નગર સમૃદ્ધ દશામાં હતું.
For Private and Personal Use Only