________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૨
આ હુ ડે મે રૂ
કરે તે ભાવે બચે ઘાસ એકી સાથે વેચવાનું કહ્યું. લોકોને ઘાસની ઘણી જ જરૂર હતી, એટલે એની શરત કબુલ રાખવામાં આવી અને રાજા અને બધાય અમલદારા ભાવ-તાલ નક્કી કરવા માટે ભેગા થયા.
પોતાને જોતા લાગ આવી પહેાંચેલા જોઇને ઉગડાએ પોતાની સાથળ ઉપર ત્રણ થાપ મારીને સધૃત કર્યાં એટલે યિારથી સુસજ્જ થયેલા બધાય સુભટો બહાર કુદી પડયા અને શત્રુ ઉપર તૂટી પડયા. રાજા અને તેના માણસો શસ્રહીન હતા એટલે તેઓ આ સાવ અકલ્પિત આક્રમણના પ્રતીકાર ન કરી શકયા. જોતજોતામાં સાતસો સાંખલા રાજપુતા અને બીજા ૧૫૦૦ રાજકર્મચારિયો ખપી ગયા.
આવેશમાં આવેલું સૈન્ય જ્યારે રાજાની પાછળ પડયું ત્યારે તેની રાણીઓ ઉગડાને વિનવવા લાગી કે
सात सो मार्या सांखला, पन्दर सो परधान एक मत मारे मारो अंतराव सांखलो, तने उगे जेरी आण ॥
[ હે ઉગડા, તે સાતસો સાંખલા રાજપુત અને ૧૫૦૦ અમલદારાને મારી નાખ્યા છે. હવે તું એક મારા અંતરાવ સાંખલાને ન મારીશ : તને સૂરજદેવની આણુ છે. ]
આથી ઉગડાએ અંતરાવને માર્યાં નહીં, પણ બાંધી લીધા. કાઠીઆવાડી વીરેનું આ પરાક્રમ જોઇને પેલી અમીયા ખીજી બાઇને સાધતી ખેલી ઉદ્દી
जुवा जोवणहारीओ गोखे काढा गात । अमीया कहती हैंसथी, उगडेो आयो आज ।
[હૈ ચાવનવતી સ્ત્રીઓ, ગાંખમાંથી બહાર મઢુ કાઢીને આજે ઉગડા આવ્યે છે, તેને (જરા) નિહાળેા ! ]
For Private and Personal Use Only