________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બા હ ડ મે રૂ.
૨૮૩
छाती उपर छेलडो, सर उपर वाट ।
कवाट उठ मुजरा करे, तो लाजे गढगिरनार ॥ [ કવાટને નમાવવા માટે તેની છાતી ઉપર મણીલું મૂક્યું અને માથા ઉપર થઈને લેકે જવા આવવા લાગ્યા. છતાં જે કવાટ ઉઠીને પ્રણામ કરે તે ગિરનારને ગઢ લાજી મરે ! ]
सूरज पच्छीम उगसी, भायंगम न झेले भार ।
कवाट उठ मुजरो करे, तो लोजे गढगिरनार ॥ - કવાટ જે ઉડીને પ્રણામ કરે તો ગઢગિરનાર લાજી મરે, તે સૂર્ય પશ્ચિમમાં ઉગે અને તે શેષનાગ પિતાને ભાર ઉપાડ બંધ કરે (પૃથ્વી રસાતલ જાય. ) ]
શત્રુનું બળ જોઈને છેવટે અંતરાવે નમતું આપ્યું અને કવાટે તેને બંધનમુક્ત કર્યો. પછીથી પણ અંતર કવાટને નમાવવા ઘણું ફાંફાં માર્યા પણ એ વીર અણનમ જ રહ્યો.
આ કથાનક, અમે “જૂનામાં રહેતા જુદા જુદા લેકના મોઢેથી સાંભળ્યું હતું, તેવું અહીં ઉતાર્યું છે. આમને સત્યાંશ તે બારીક શોધખોળ પછી જ મળી શકે. છતાં આ પ્રદેશમાંના જૈન, બ્રાહ્મણ રાજપુત, જાટ, ભીલ વગેરે જાતિના નાના મોટાં લેકમાં આ કથા પ્રચલિત છે, એ વાત તે સ્વીકારવી જ જોઈએ. એટલે એમાં અમુક અંશે ઐતિહાસિકતા જરૂર છે. કાઠીઆવાડની વીરગાથા સમી આ કથાની શોધ થાય તે જરૂર ઘણું જાણવાનું મળી શકે ! અસ્તુ.
જૂના બાડમેરથી લગભગ ૧૦ માઈલ અને સિંધ તરફ જતી જોધપુર રેલવેના ખડીન (Khadin) સ્ટેશનથી લગભગ ૩ માઈલની
For Private and Personal Use Only