________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૪
બા હ ડ મે રૂ દૂરીપર, અત્યારના હાથમાં ગામની પાડોશમાં એક રિાષ્ટ્ર નામનું પ્રાચીન ગામ છે. આ જેવા માટે અમે (હું અને ઈતિહાસ પ્રેમી શ્રી જન્તવિજયજી મહારાજ આદિ) તારિખ ૭–૩-૩૭ના દિવસે ગયા હતા. અહીં સુંદર શિલ્પકળાના નમુના સમાં પાંચ આલીશાન મંદિરે છે. તેમાંનું મોટું મંદિર જે મહાદેવનું મંદિર છે–તેમાં રંગમંડપમાં પેસતાં ઉત્તર દક્ષિણમાં ચાર શિલાલેખે છે આ શિલાલેખ ઉપરથી જાણી શકાય છે કે ત્યાંના રાજા મહારાજા કુમારપાળની આજ્ઞામાં હતા. આમાં ગુજરાતના કેટલાક સેલંકી વંશના રાજાઓનાં, મહારાજા કુમારપાળ સુધીનાં નામે પણ આપેલાં છે. તે વખતે ગિરનારનું રાજ્ય પણ કુમારપાળની સત્તા નીચે હતું પરમારની પડતી:
જૂના બાડમેરમાં પરમાર (સાંખલાઓ) નું રાજ્ય ક્યાંથી ક્યાં સુધી રહ્યું હતું, તેની પાકી માહીતી આપણને મળતી નથી. પરમારનું બળ ઓછું થતાં તેમને હરાવીને ચૌહાણએ તેના ઉપર પિતાની સત્તા જમાવી. બાડમેરને પહેલે ચૈહાણ રાજા મુદાજી કે મુંડાજી થયો.
રાવળ મલ્લીનાથજી એક વીર ક્ષત્રિય હતા. તેમના પુત્ર માંડલિકજીની દષ્ટિ બાહુડમેર ઉપર પડી. લાગ મળતાં મુદાજીને મારીને માંડ
૧ આ મંદિર અને શિલાલેખ વિષે સમય મળતાં હું જૂદો લેખ લખવા પ્રયત્ન કરીશ.
૨ આ માટે જુઓ “સિદ્ધરાજ જયસિંહે શું કર્યું ” શીર્ષક મારો
લેખ,
For Private and Personal Use Only