________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શૂલપાણિયક્ષને ઉપસર્ગ ફળ એક મહિનામાં, બે ઘડી રાત્રિ અવશિષ્ટ રહે ત્યારે દશ દિવસમાં અને સૂર્યોદય સમયે આવ્યું હોય તે તેનું ફળ તરતજ થાય છે.
આ હિસાબ પ્રમાણે જૂઓ તે મેહનીય કર્મને નાશ, દશાંગીની રચના, કેવળજ્ઞાન વિગેરે ફળ મહાવીર ભગવાને દીક્ષા લીધી તેજ વર્ષે મળવું જોઈતું હતું, કેમકે આ બનાવ તેજ વર્ષે બન્યો છે, પણ તે પછી તે લગભગ બાર વર્ષે મેહનીય કર્મને નાશ વિગેરે ફળ મળ્યું છે. તે આ કાયડાનું સમાધાન કેવી રીતે કરવું, એ સવાલ છે. બીજી વાત એ છે કે ભગવાનને ઉપરા ઉપરી દશ સ્વMાં આવ્યાં. સ્વપ્ન– શાસ્ત્રના કથનથી ઉપરા ઉપરિ સ્વપ્નાં માળાન' કહેવાય છે, અને માળાસ્વપ્નનું ફળ મળતું નથી, અર્થાત્ તેવાં સ્વનાં નિરર્થક હોય છે. જ્યારે ભગવાનને તે બધુંય ફળ મળ્યું છે. એ બેને ખુલાસે, સ્વપ્ન વિદ્યાને ઉંડાણથી અભ્યાસ કરનાર કરશે તે તે વધારે ઉચિત થશે. હું તે તરફ તેના જાણકારોનું સમાધાન કરવા ધ્યાન ખેંચુ છું. ઉત્પલ પંડિત
આ દશ સ્વપ્નમાં આવ્યા પછી સૂર્ય ઉગતાં બધા લેકે ભગવાન મહાવીરને કુશળક્ષેમ જોઈ રાજી થયા. આશ્ચર્યમાં પડ્યા કે અહોભાગ્ય છે કે આજે આ દુષ્ટ યક્ષથી ભગવાન બચી ગયા. ત્યાં “ઉત્પલ ૨ નામને એક સ્વપ્નવિદ્યાને પારંગત પંડિત આવી ભગવાનને કહેવા લાગે કે આપ તે તેનું ફળ જાણે છે. પણ હું યે વિદ્યાદ્રારા જાણું
१-मालास्वप्नाऽह्रिदष्टश्च तथाऽऽधिन्याधिसंभवः मलमूत्रादिपीडात्थः स्वप्नः सर्वो निरर्थकः॥
સુબોધિકા ટીકા. ચોથું વ્યાખ્યાન ર–આ ઉ૫લ, પાર્શ્વનાથ ભગવાનના સાધુઓની પાસે સાધુ થયો હતો, પણ પાછળથી તે સંયમ છોડી પરિવાજિક થયો
For Private and Personal Use Only