________________
પૂવરંગ નામે, ક્ષત્રપ માહેશ્વર હેય એમ સૂચવે છે. આજ સમયમાં આભીર વગેરે મધ્ય એશિયાની રખડતી ટોળીઓએ આ પ્રદેશમાં પિતાનું થાણું જમાવ્યું હતું. બૌદ્ધ સ્થવિરેએ આ પ્રદેશમાં કયારનુંય ધર્મપ્રચારનું કાર્ય કરવા માંડયું હતું અને જૈન આચાર્યોએ ક્યારનોય પિતાના સિદ્ધાન્ત અને ધર્મતને ઉપદેશ પ્રજાના માનસમાં રેડ આરંભી દીધા હતા. તેમનાથનું સ્થાન અત્યંત પવિત્ર મનાતું. માહેશ્વરાની સંખ્યા તે કાળમાં વિપુલ પ્રમાણમાં હતી. - ધર્મ અને રાજસત્તા સામાન્ય જનતા ઉપર આંતરિક તેમજ બાહ્ય શાસન ચલાવે છે. એ પ્રકારે તે બન્નેય પ્રજાના જીવનને અને સંસ્કારને ઘડે છે. આર્યાવર્તમાં પ્રવર્તતા વિશાળ સંપ્રદાયને પ્રચાર તે કાળે સૌરાષ્ટ્ર અને ગૂજરાતમાં થઈ રહ્યો હતો. તેમાં ગુપ્તકાળે ભાગવત-સંપ્રદાયના બળને ગૂજરાતમાં આપ્યું. વિક્રમ સંવત ૪૫૫૪૫૬ માં ચંદ્રગુપ્ત બીજાએ આ પ્રદેશ જી હતા. વિ. સં. પ૧૩ માં સ્કંદગુપ્ત સુદર્શન સરોવિરને ફરીથી સમરાવ્યું હતું.
ગુપ્તકાળમાં સાહિત્ય અને કલાએ ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. તે સુવર્ણકાળમાં આર્યાવર્તની સંસ્કૃતિ શિરોબિંદુઓ હતી. ઉજ્જયિની પશ્ચિમ આર્યાવર્તની રાજધાની હતી. એ ઉજ્જયિનીની દેવાંગના સમી અંગનાઓ અને ગગનચુંબી મહેલાતો, સિપ્રાનદીને કાંઠે આવેલું મહાકાલેશ્વરનું મંદિર અને ત્યાં નૃત્ય કરતી દેવનતંકીઓ, પિતાની પ્રતિભાએ પૃથ્વીમાં પણ દેવભવને સર્જતા કવિઓ અને બેતેર કલાઓની નિપુણતાથી પૌરજનોને પ્રેરણું પાતી વારાંગનાઓ–તત્કાલીન સંસ્કૃતિનાં સમૃદ્ધિ, બુદ્ધિ અને કલ્પનાનાં પ્રતીક હતાં. મેઘદૂતમાં કાલિદાસે ઉજ્જયિનીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org