________________
પ્રાકૃતલાશ્રય
૧૫૩ પછી તેને બ્રાહ્મણે આશીર્વાદ આપે છે. રાજા માતગૃહ તરફ જાય છે ત્યારપછી તે લક્ષ્મીનું પૂજન કરે છે અને વ્યાયામમંદિર તરફ જાય છે.
સર્ગ : ૨ : ગાથા : ૯૧ : રાજા વ્યાયામમંદિરમાં (૧૦–૨૦) વ્યાયામ કરે છે. ત્યારપછી તેને બહાર જવા માટે હાથી લાવવામાં આવે છે. હાથીનું વર્ણન કવિ કરે છે. (૨૧-૩૧) રાજા ગજારૂ થઈ જિનમંદિરે જાય છે. ત્યાં દર્શન કરી, ગુરુને નમસ્કાર કરી, ઘોડા ઉપર સ્વાર થઈ પિતાના મહેલ તરફ તે જાય છે. જિનમંદિરનું, રાજા જિનપ્રતિમાને નવરાવે છે તેનું, અશ્વનું અને એવી કેટલીક બાબતોનું મનોહર વર્ણન કવિ કરે છે.
સર્ગ : ૩ : ગા. ૯૦ : રાજા ઉદાનમાં જાય છે. ત્યાં વસંત પૂરબહારમાં ખીલી છે. કામદેવનો પ્રતાપ ત્યાં વ્યાપી રહ્યો છે. આબે, અશોક, મહુડાં, પલાશ, કર્ણિકાર, બકુલ, શિરીષ વગેરે ખીલી રહ્યાં છે. કોયલનાં ગાન ચાલે છે. કેટલાક પિતાની પ્રિયતમા સાથે પ્રણયગેછી કરી રહ્યા છે. હિંડલાની મોજ ઊડી રહી છે. છેવટની ગાથાઓમાં (૭૪-૮૯) કવિ કામક્રીડાનું વર્ણન કરે છે.
સર્ગ : ૪: ગા. ૭૭ : આ સર્ગમાં કવિ ગ્રીષ્મની શોભાનું વર્ણન કરે છે. કેતકી, નવલિકા, જપા, વગેરે પુષ્પો ખીલી રહ્યાં છે. આંબે, મહુડાં શિરીષ, કિંશુક વગેરે વિકસી રહ્યાં છે જલક્રીડ પૂરબહારમાં મચી રહી છે. વારાંગનાઓ, વીરજનો અને તરણયુગલે મદનના પ્રભાવને બતાવી રહ્યાં છે; અને ઉન્મત્ત બની જલક્રીડાના રસને બહલાવે છે. સ્ત્રીઓ પણ જલક્રીડામાં મસ્ત બની એકબીજાને કામદીપક ઉપહાર કરી રહી છે. રાજાઓ પણ જલક્રીડામાં વ્યાપૃત થયા છે. છેવટની ગાથાઓ (૪૨–૭૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org