________________
ચોગશાસ્ત્ર
૨૬૧ પ્રકાશ : ૧૧ : શ્લોક : ૬૧: મેક્ષના એક જ કારણરૂપ શુકલ ધ્યાનના વિવેચનથી આ પ્રકાશનો આરંભ થાય છે. શુક્લ ધ્યાનના અધિકારીની વિવેચના કરવામાં આવી છે. ત્યાર પછી શુક્લ ધ્યાનના ભેદ આપવામાં આવ્યા છે. શુક્લ ધ્યાનના ચાર ભેદ પાડવામાં આવ્યા છે. અમનસ્કતા (The State of Mindlessness)થી કેવલજ્ઞાનીને જ્ઞાનસિદ્ધિ પ્રાપ્ત થાય છે. શુકલધ્યાનના ચાર પ્રકારનું વિસ્તારપૂર્વક વિવેચન આ પ્રકાશમાં કરવામાં આવ્યું છે. ત્યાર પછી ઘાતિકર્મો, તીર્થકરના અતિશ, તથા સામાન્ય કેવલજ્ઞાનીના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યાં છે. કેવલજ્ઞાન અને કેવલદર્શનવાળે તે મુનિ , અનુપમ, અવ્યાબાધ સ્વભાવથી થએલું સુખ પ્રાપ્ત કરી આનંદ પામે છે.
પ્રકાશ : ૧૨ : લેક પ૬ : આ પ્રકાશમાં આચાર્યશ્રી પિતાના અનુભવથી સિદ્ધ થયેલા ગજ્ઞાનને જણાવે છે. તેમનું કહેવું એમ છે કે એકવાર આત્માએ પરમાત્મા સાથે ધ્યાનસિદ્ધિ કરી એટલે પ્રાણાયામાદિ એ કાંઈ ઉપયોગનાં નથી. ઇન્દ્રિયજય કરી અમનસ્કતા ( The State of Mindlessness) સિદ્ધ કરવી જોઈએ. એ સિદ્ધ થતાં પ્રાણાયામાદિ એની મેળે સિદ્ધ થાય છે. ગુરુ પાસેથી ઉપદેશ પ્રાપ્ત કરી અધ્યાત્મજ્ઞાનમાં લીન થવાથી ગસિદ્ધિ થાય છે. સદ્ગુરુની ઉપાસના ઉપર ગાઢ ઈચ્છા કરવી, પ્રસન્નતા પ્રાપ્ત કરવી, અને આત્માને પરબ્રહ્મમાં દે એ જ યોગની સિદ્ધિ છે.
सत्येतस्मिभरतिरतिदं गृह्यते वस्तु दूरादप्यासनेऽप्यसति तु मनस्याप्यते नैव किंचित् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org