________________
ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત કન્યાઓનું સૂક્ષ્મ પીઠીથી તેઓએ ઉદ્વર્તન કર્યું. જાણે તેમના અંગમાં લીન થયેલા નવ અમૃતકુંડ હેચ તેમ તેમનાં બંને ચરણ બને હાથ, બંને ખભા અને એક કેસમાં એમ નવ શ્યામ તિલક કર્યા + + + + પછી જાણે કુલદેવતા હોય તેમ તેઓએ બીજ આસન ઉપર બેસાડીને સુવર્ણ કુંભના જળથી સ્નાન કરાવ્યું; ગંધકષાયી વસ્ત્રથી તેમનું આગ લુછયું. અને કમળ વસ્ત્રથી તેમના કેશ વેષ્ટિત કર્યા. ૧૪
વિવાહના મંડપ આગળ હષભદેવ આવી પહોંચ્યા ત્યારે શરાવસંપુટ મૂકવાને વિધિ થાય છે. અત્યારે પણ એ વિધિ પ્રચલિત છે. થોડા ફેરફાર સાથે તે સામાજિક રિવાજનું વર્ણન તન તાદશ છે.
પ્રભુ વાહનમાંથી ઊતરીને વિવાહમંડપના દ્વાર પાસે આવીને ઊભા રહ્યા. તરતજ મંડપની સ્ત્રીઓમાંથી કોઈએ અગ્નિ અને લવણ અંદર હોવાથી તડતડાટ શબદ કરતું શરાવસંપુટ દ્વારના મધ્યભાગમાં મૂક્યું. કેઈ સ્ત્રીએ પૂર્ણિમા જેમ ચંદ્રને ધારણ કરે તેમ દુર્વા વગેરે મંગળ પદાર્થો વડે લાંછિત કરેલો રૂપાને થાળ પ્રભુની આગળ ધર્યો અને એક સ્ત્રી કસુંબી વસ્ત્ર પહેરીને, જાણે પ્રત્યક્ષ મંગળ હેય એવા પંચશીખા યુક્ત રવૈયાને ઉચો કરી અર્થે આપવા માટે ઊભી રહી.”૧૫
આપણે ત્યાં અત્યારે પણ ફટાણું અને ઠઠ્ઠાનાં જોડકણાં લગ્ન સમયે ગાવાનો રિવાજ છે. તેને પણ ઉલ્લેખ ઋષભદેવના વિવાહના વર્ણનમાં માલમ પડે છે.
૧૪. ત્રિ. સ. પુ. ચ. પર્વ ૧ સર્ચ ૨. . ૭૯૬-૮૦૪. ૧૫. ત્રિ. સ. પુ. ચ. પર્વ ૧. સર્ચ ૨. . ૮૩૦-૮૩૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org