________________
મનું અમાન્ય
મદદનીશ તરીકે
તેને મારી
પરિશિષ્ટપર્વ
૩૦૩ ચાણક્યનું અમાત્યપદ વગેરે બાબતે વર્ણવેલી છે. અમાત્ય ચાણક્ય પિતાના મદદનીશ તરીકે સુબંધુને લે છે. ચંદ્રગુપ્ત જિનધર્મને સ્વીકાર કરે છે. ચાણક્ય તેને મારી નાખવાના પ્રયત્નો કરે છે છતાં તે મરતે નથી. છેવટે ચંદ્ર ગુપ્ત બહુજ ઘરડી ઉંમરે સમાધિથી મૃત્યુ પામે છે. છેવટે ચંદ્રગુપ્તની રાણી દુર્ધરા ઝેરની અસરમાં મરણ પામે છે. કુણાલ એક ગાયક તરીકે પાટલિપુત્ર જાય છે, અને પિતાના ગાનથી સર્વેનાં હૃદય જીતી લે છે. અશેકને તે મળે છે અને પિતાના પુત્ર સંપ્રતિ માટે રાજ્યની માગણી કરે છે. અશોક પછી સંપ્રતિ રાજા થાય છે. રાજા સંપ્રતિ ચુસ્ત જન છે.
એના સમયમાં સખત દુકાળ પડે છે. આ દુષ્કાળના સમયમાં આગને નિયમિત અભ્યાસ થઈ શકતો નથી એટલે શ્રમણોની એક પરિષદ પાટલીપુત્રમાં આગમને વ્યવસ્થિત કરવા માટે મળે છે. આ પરિષદમાં અગીઆર અંગોને વ્યવસ્થિત કરવામાં આવે છે. બારમું અંગ દૃષ્ટિવાદ... કોઈનેય સ્મરણમાં નથી. ભદ્રબાહુ નેપાલમાં વિહાર કરી રહ્યા છે. તેમને બોલાવવા માટે કહેણ મોકલવામાં આવે છે. પરંતુ “મહાપ્રાણ” નામે વ્રતમાં રોકાયેલા હોવાથી તે પરિષદમાં આવી શકતા નથી. સ્થૂલભદ્રને તેમની પાસે દૃષ્ટિવાદને અભ્યાસ કરવા માટે અને ચૌદ પૂર્વોનું અધ્યયન કરવા માટે મોકલવામાં આવે છે. સ્થૂલભદ્ર ૧૪ પૂર્વોને અભ્યાસ કરે છે. ભદ્રબાહુએ તેને છેલ્લાં ચાર પૂર્વો શીખવવા માટે મના કરેલી હતી. ભદ્રબાહુ વીરનિર્વાણના ૧૭૦મે વર્ષે કાલ કરી ગયા. પછીથી સ્થૂલભદ્ર તેમની પાટે આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org