________________ મહ હેમચંદ્રાચાર્યે આજીવન કરેલી અદ્વિતીય વાડ્મય ઉપાસનાનો સુંદર અને સર્વગ્રાહી પરિચય કરાવનાર બીજું પુસ્તક તે પ્રસ્તુત હમસમીક્ષા. આ સમીક્ષાના લેખક શ્રીયુત મધુસૂદન મેાદી પાતાના વિષયના ઉત્તમ પંડિત, પ્રામાણિક વિવેચક, પ્રૌઢ લેખક, મર્મનું અધ્યાપક અને ચિત્તનશીલ અભ્યાસક છે. સંસ્કૃત સાહિત્ય વિષયક એમનું અધ્યયન તો ખૂબ વિસ્તૃત અને તલસ્પણી' છે જ પણ તે સાથે પ્રાકૃત, અપભ્રંશ અને પ્રાચીન ગુર્જર ભાષાનું એમનું અધ્યયન પણ એટલું જ મૌલિક અને અન્ત:પ્રવિષ્ટ છે. હેમચંદ્રાચાર્ય રચિત વાંગ્મયની સમીક્ષા કરવા માટે એ સમુચિત અધિકારી છે, યથેષ્ઠ શ્રમ અને વિશિષ્ટ અધ્યયન કરી એમણે પ્રસ્તુત પુસ્તકનું આલેખન કર્યું છેઆ સમીક્ષાના વાચકેને જણાશે કે હેમાચાયે કેટલા બધા ભિન્ન વિષયના અને કેવા વિશિષ્ટ અને મહત્વના પ્રથાની રચના કરી છે. એમના એ દરેક ગ્રંથની વિગત, વિશિષ્ટતા અને વિવેચના પ્રસ્તુત સમીક્ષાના વાચનથી વાચકને હેમાચાર્યના સમગ્ર વાત્મયનો સારગ્રાહી સ્વરૂપાવબોધ ઘણી સરસરીતે થઈ શકો. આજ સુધીમાં એતદ્દેશીય તેમ જ વિદેશીય વિદ્વાનોએ હેમાચાર્યના જુદા જુદા પ્રથા વિષે, જુદી જુદી ભાષામાં નાના-મોટા અનેક નિબંધ લેખ વગેરે લખ્યા છે, પણ પ્રસ્તુત સમીક્ષાના લેખકની જેમ સમગ્ર પ્રથાને, એકધારી શિલીમાં એકત્ર પરિચય કરાવવાનો કોઈ વિદ્વાને પ્રયત્ન કર્યો ન હતા. એ દૃષ્ટિએ શ્રીયુત મોદીની પ્રસ્તુત હેમ સમીક્ષા સવ" પ્રથમ કૃતિ છે. '' 'શીલવાન' માંથી 1 -શ્રી. જિનવિજયજી. Jain Education interna fond, For Private & Personal Use Only www.jainelibrary.org