________________
વાતવાય
૩૨૯ અને રાજગાદી માટે પાછળ થઈ રહેલા કાવાદાવાઓનો તે જાસુસ પણ થયે.
હેમચંદ્રાચાર્યને દેહવિલય સં. ૧૨૨૯ માં થયો અને કુમારપાલ પ્ર. ચિ. ના કહેવા પ્રમાણે છ માસ પછી કાલ પામ્યો. રાજ્યના વારસ માટે એક બાજુએ કુમારપાલની આસપાસ કાવતરાં થઈ રહ્યાં હતાં. વૃદ્ધાવસ્થા અને રેગે તેને અસહાય બનાવ્યો હતો. હેમચંદ્રાચાર્યને દેહવિલય થતાં તેમનું સમર્થ વ્યક્તિત્વ અદશ્ય થયું. દ્વેષ, ઈર્ષ્યા અને કઢાપાનાં બીજ કુમારવિહારમાં ક્યારનાંય વવાઈ રહ્યાં હતાં. ધર્મ, સાહિત્ય અને સંસ્કાર ગૌણ બની ગયાં. રાજખટપટ અને સત્તાનાં ઝેર ધાર્મિક સ્થાનને ઘેરવા લાગ્યાં. પ્રબંધકારના કહેવા પ્રમાણે, પરિણામ તે એ આવ્યું કે અજયપાલે કુમારપાલને ઝેર આપ્યું. શેક વ્યાધિ અને જરાનો ભોગ બનેલા કુમારપાલે આચાર્યવયના દેહવિલય બાદ છ માસે દેહ છોડ્યો.
અજયપાલ ગાદીએ આવ્યો. પ્રતાપમલ્લના હિમાયતી રામચંદ્રસૂરિને તપાવેલા ત્રાંબાના પાટલા ઉપર બેસારી મારી નાખ્યા; આમ્રભટને લશ્કરથી ઘેરી દેહાત આવે; અને મંત્રી પદને તેલની કઢાઈમાં નંખાવ્યો. પિતાના કુલના આમ ખેદજનક ભેદ છેદથી શરમાયેલો બાલચંદ્ર ગુજરાત છોડી ચાલી નીકળે. હેમચંદ્રાચાર્યરૂપી તેજદીપિકા
૫. રાજશેખરઃ પ્રબંધકોશ (સિંધી ગ્રંથમાલા) પાન ૯૮: આભડપ્રબંધ : શ્રીમદૂતે વામને બાતમ્ તતઃ નિરાતા નાગા ગુમારપાડગપાદ્રવિરોન પોમમતા આ પ્રબંધમાં ગાદી વારસની ચર્ચા શ્રીરાજશેખરસૂરિએ કરેલી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org