________________
૩૨૮
હેમસમીક્ષા તેનાં બુદ્ધિ અને લક્ષ્મીનો, કેણ વારસ થશે ? આ ચિંતાનો તેડ પણ તેને તે આચાર્યશ્રી પાસેથી મેળવવો હતો. આચાર્યશ્રીને અભિપ્રાય એવો હતો કે કુમારપાલને દૌહિત્ર પ્રતાપમલ્લ ગાદી ઉપર આવે. તેના થકી જ ગુજરાતની સંસ્કૃતિ સચવાશે એમ આચાર્યશ્રીની ધારણું હતી. પરંતુ આમ્રભટ્ટની ઈચછા તે પિતૃપક્ષમાં જ ગાદી રહે અને તેના ભાઈ મહીપાલનો પુત્ર અજયપાલ ગાદીએ આવે તેમ હતી.
હેમચંદ્રાચાર્યના શિષ્યમાં તેમને પટ્ટશિષ્ય રામચંદ્ર હતું. તે આચાર્યશ્રીના અભિપ્રાયોને ચિવટથી જાળવનાર અને ટકાવનાર, નીડર અને સ્વાતંત્ર્યપ્રિય હતું. તેનામાં તેજસ્વી પ્રતિભા અને વિશાળ વિકત્તા હતાં. પરંતુ તેને સ્વભાવમાં રાજસ પ્રકૃતિની ભભક હતી. એ કેટલાક ઉલ્લેખે ઉપરથી પૂરવાર થાય છે. હેમચંદ્રાચાર્યની વિશાળતા, સત્વશીલતા અને સહિષ્ણુતા તેનામાં ન હતાં. હેમચંદ્રાચાર્યે રામચંદ્રને પિતાનો અનુગામી ની. શિષ્યોમાંથી કેટલાકને એ ન પણ ગમ્યું. આ અસંતુષ્ટ અનુયાયીઓનો નેતા બાલચંદ્ર હતો. રામચંદ્ર તે આચાર્યશ્રીની ઈચ્છાને અનુવતી પ્રતાપમલ્લને પક્ષ બહુ બળપૂર્વક લીધો હતો અને મંત્રી પદીને પિતાના પક્ષમાં લઈ પ્રતાપમલ્લને ગાદી મળે તે માટે સક્રિય પ્રયત્નો પણ કર્યા હતા. આમભટ્ટ પણ પાછળથી આમાં ભળ્યા લાગે છે. બાલચંદ્ર, અજયપાલના પક્ષમાં ભળ્યો, તેને મિત્ર બન્ય,
૪. શ્રીહેમસારસ્વતસત્ર : નિબંધસંગ્રહ : શ્રી. ભેગીલાલ સાંડેસરા : હેમચંદ્રાચાર્યનું શિષ્યમંડળઃ પાન ૧૨૯. રામચંદ્રના સ્વાતંત્ર્ય પ્રેમ અને માની સ્વભાવ માટે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org