________________
૩૩૦
હેમસમીક્ષા વિલય પામતાં ગુજરાતના સંસ્કાર ઉપર ભયંકર અંધકાર આવ્યો. જે સંસ્કૃતિ સ્થાપવા, સ્થિર કરવા અને સાચવવા સિદ્ધરાજ, કુમારપાલ, અને તેમના પ્રેરક આચાર્ય શ્રીહેમચંદ્રાચાર્યે સતત પ્રયત્નો અને સાવધાનતા સેવ્યાં હતાં, તે જ સંસ્કારમાંથી વિનાશના વિષપ્રહ ફાટી નીકળ્યા.
આ આંધીમાં પણ શ્રી હેમચંદ્રાચાર્યની તેજસ્વી પ્રતિમા સર્વજનેને વંદનીય હતી. તેમની સામે દેષનાં વિષ કેઈએ ઠાલવ્યાં નથી. અજયપાલના મંત્રી યશપાલે હેમચંદ્રાચાર્યની તેના “મેહરાજપરાજયમાં ભારેભાર પ્રશંસા કરી છે. એ નાટક તે સમયે ભજવાયું હતું એ પણ બતાવે છે કે હેમચંદ્રાચાર્ય અને કુમારપાલ લેકના હૃદયમાં દિવ્ય મૂર્તિ તરીકે પ્રસ્થાપિત થયા હતા. એમની પ્રશંસામાં અજયપાલને પણ કાંઈ વાંધો લેવા જેવું લાગ્યું નહિ એ વસ્તુ પણ સૂચક છે. | હેમચંદ્રાચાર્યની મૂતિ અત્યારે પણ સેલંકી યુગનાં દિવ્ય
સ્મરણેને જાગ્રત કરે છે. તેમની પ્રતાપી મૂર્તિ અગોચર થતાં ગૂજરાતમાં ધીમે ધીમે સંસ્કારપતન આવવા લાગ્યું. વસ્તુપાલતેજપાલના સમયમાં છેવટની સંસ્કાર જેવું દેખાઈ આવે છે. પણ પછીથી ગુજરાતનું સ્વમાન સંસ્કારિતા અને સ્વાયત્ત રાજ્યતંત્ર પણ અદશ્ય થાય છે. પરદેશીઓનો અમલ ગૂજરાત ઉપર આવે છે. ગૂજરાતના પૂર્વ સંસ્કારના માત્ર સ્મરણે રહે છે. વિદ્વત્તાને પણ હાલ થાય છે. સોમેશ્વર કહે છે તેમ શ્રી હેમસૂરિને સ્વર્ગવાસ થતાં વિદ્વત્તા આશ્રયવિહેણી બની જાય છે.
૬. સોમેશ્વર : કીતિકૌમુદી : વૈકુળે વિરતાર્થ બ્રિતિતિ શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org