________________
૩ર૬
હેમસમીક્ષા પ્રમાણમાં તેજસ્વી છે, તેટલા જ ભયંકર પ્રમાણમાં તેમાં ઘેર પ્રલયનાં બીજ પણ સભર ભર્યા છે. શાંતિને ફિરસ્તા ઈસુ ખ્રિસ્તના મરણને એક શતક ન વીત્યું, એટલામાં તો એના જ નામે ભયંકર કતલે અને સંહારે ચાલ્યાં. બુદ્ધના મરણ પછી ધર્મને નામે તેમના શિષ્યોના કલહે જ અવશિષ્ટ રહ્યા. આમ કેમ ? શિષ્યોમાં ગુરુ પ્રત્યે ભક્તિભાવ રહે છે. પરંતુ સામાન્ય રીતે ગુરુની વિશાળતા નથી રહેતી. ભકિત, સિદ્ધાંતપ્રચાર, તે સિદ્ધાંતોનું તાર્કિક સમર્થન, ગુરુના કાર્યને સંકુચિત બનાવીને તેને ટકાવી રાખવાની વૃત્તિ વગેરે અનેક બાબતે શિખ્યામાં આંતરિક તથા બાહ્ય કલહનાં બીજ જન્માવે છે. મહાપુરુષને ઉજ્જવલ સજીવન ઉપદેશ નિર્જીવ સંપ્રદાય બને છે. શિષ્યોમાં સત્તાને લેભ જાગે છે. આચાર્યપદ માટે તકરાર ઊભી થાય છે. અતાત્વિક વિભેદો સંપ્રદાયનાં મૂળભૂત આદિતોનો ભેદ છેદ કરી નાખે છે. માનવ સમાજની બધીય ઉત્તમ સંસ્થાઓનાં સર્જન અને પ્રલય આ રીતે સનાતન ચાલી રહેલાં હોય છે.
વિ. સં ૧૨૨૯મું વર્ષ હતું. ગૂજરાતની સંસ્કૃતિનું તે કટોકટીનું વર્ષ હતું. શ્રી હેમચન્દ્રાચાર્યની વય રાશી વર્ષની હતી; મહારાજા કુમારપાળની વય એંશી વર્ષની હતી. ગૂજરાતમાં સંસ્કારની સ્થિરતા વ્યાપી હતી. કુમારપાલના રાજ્યને વિસ્તાર અર્વાચીન ગુજરાતની બહાર ચારેય દિશામાં વિસ્તૃત બન્યો હતો. તે કંકણુ, કર્ણાટક, ખાર, ગૂર્જર સૌરાષ્ટ્ર, કચ્છ, સિંધુ, ઉચ્ચા, ભંભેરી, મારવાડ, માલવા, મેવાડ, કીર, જાંગલ, સપાદલક્ષ, દીલ્હી, જાલંધર અને રાષ્ટ્ર એટલે મહારાષ્ટ્ર એમ અઢાર દેશને કુમારપાલના રાજ્યમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org