________________
ભરતવાકયો तमेव भान्तमनुभाति सर्व
तस्य भासा सर्वमिदं विभाति ॥ તેના પ્રકાશમાં તેની પાછળ સર્વે પ્રકાશે છે. તેના પ્રકાશથી જ આ સર્વ ઉજવલ છે. ”
સંસ્કૃતિની પરાકાષ્ટાનું માપ તેના સંસ્કારસ્વામીઓ છે. તેમની ઊર્ધ્વગામી કલ્પનાઓ, બુદ્ધિની ચમકતી કેટીઓ અને ઉત્તમ કૃતિઓ તેમના જીવનકાલની પ્રજાનું –ભવિષ્યની પ્રજાનું પણ,અમૂલ્ય ધન છે. કાલસંગો મહાપુરુષોને આગળ લાવે છે. પરંતુ તે મહાપુરુષો જ કાલના મુકુટમણિ બની તેને દીપાવે છે. તેમને ગૌરવે પ્રજા ગૌરવશીલ બને છે, તેમના પરાક્રમે પરાક્રમી બને છે તેમના તેજે તેજસ્વી બને છે. તેમના પ્રકાશથી તે યુગની સંસ્કૃતિને પ્રકાશ અનુપમ બને છે. શાસકે, વિચાર, સમાજસેવકે, ધર્મગુરુઓ–બધાય તેમના પ્રકાશમાંથી તેજનાં કિરણો ઝીલે છે. મહાપુરુષ અને તેમના યુગને આ સંબંધ છે. યુગ તેમને જન્માવે છે એ વાત ખરી; પણ એમનું વ્યક્તિત્વ તે યુગની ત બને છે.
કાલની ગતિ અનંત છે. તેની અનંત ગતિ વિશ્વની સમસ્ત વસ્તુઓના સનાતન સર્જન અને પ્રલયને વશવતી છે. સર્જન પ્રલયનાં બીજ લઈને અવતરે છે અને પ્રલયમાં સર્જનનાં બીજ રહેલાં છે. સુવર્ણયુગનું મહાસર્જન જેટલા - ૧. કઠોપનિષદ્ અધ્યાય. ૨. વલ્લી. . . ૧૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org